Namo Tablet Yojna : એક સમયે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયેલી ટેબલેટ યોજના ફાયદાકારક બની રહી હતી. રંગેચંગે વિદ્યાર્થીઓને 1 હજાર રૂપિયામાં નમો ટેબલેટ આપવાની જાહેરાત કરાઈ હતી. રૂપાણી સરકારમાં નમો ટેબલેટની લ્હાણી કરાઈ હતી અને ભુપેન્દ્ર પટેલ સરકારમાં યોજનાનું સૂરસૂરિયું નીકળી ગયું. તાજેતરમાં રજૂ કરાયેલા 2023-24ના વર્ષના બજેટમાં ટેબલેટ યોજનાનો ટ પણ ઉલ્લેખ કરવામા આવ્યો નથી. સરકારે આખી યોજનાનું પીંડલું વાળી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુલાઈ, વર્ષ 2017 માં વિજય રૂપાણીની સરકારમાં કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયામાં નમો ટેબલેટ આપવાની યોજનાની જાહેરાત કરાઈ હતી. આ યોજનાની જાહેરાત બાદ દર વર્ષના બજેટમાં તેના માટે 200 કરોડ રૂપિયાની ફાળવણી કરવામા આવતી હતી. સરકારે વર્ષ 2017 અને 2018 માં નમો ટેબલેટની લ્હાણી કરી હતી. પરંતુ તેના બાદથી આ યોજના અભરાઈએ ચઢી હતી. 2018 બાદથી વિદ્યાર્થીઓને નમો ટેબલેટ આપવામાં સરકારે ગલ્લા તલ્લા કર્યા હતા. પરંતુ તેની સામે બજેટમાં 200-200 કરોડની ફાળવણી કરી હતી.


આ પણ વાંચો : 
ભૂલથી પણ પેન્ટના આ ખિસ્સામાં મોબાઈલ ન રાખતા, નહિ તો નપુંસક બની જશો


2019-20 ના વર્ષમાં જે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના હતા, તેઓને પણ ફાળવી શકાયા ન હતા. અગાઉના બે વર્ષના બાકી 6 લાખ વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબલેટ અપાયા ન હતા. ત્યારે 2023-24 માં સરકારે બજેટમાંથી યોજનાનો છેદ જ ઉડાવી દીધો. 


2023-24 ના બજેટમાં સરકારે ટેબલેટ માટેની કોઈ યોજના જાહેર કરી નથી. તેમજ તેના ફાળવણી માટે કોઈ જોગવાઈ કરવામા આવી નથી.  


આ પણ વાંચો : 


વૈષ્ણવ સમાજમાં શોકનું મોજું છવાયું, પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજેશ કુમારજીનું નિધન થયું
ગુજરાતમાં નોકરીઓની લ્હાણી થશે, સરકારે અબુધાબીની કંપની સાથે કર્યા MoU