ગાંધીનગર: દેશમાં બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતના ઉપયોગ માટે ઝૂંબેશ ચાલી રહી છે. આ સંજોગોમાં ગુજરાત દેશમાં અગ્રેસ રહ્યું છે. સોલાર પોલીસ પર સીએમ રૂપાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી હતી. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ પણ હાજર રહ્યાં હતા. આ અંગે ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગ્રીન ક્લિન એનર્જી ઉત્પાદનને વેગ આપાવની સાથે MSME એકમોએ ઊર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે છે. એમએસએમઈ એકમો માટે સોલર પ્રોજેક્ટના ઇન્સ્ટોલેશનના મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની મર્યાદા દૂર કરાઈ છે. હવે એમએસએમઈ એકમો મંજૂરી લોડના 100 ટકાથી વધારે ક્ષમતાની સોલર એનર્જી સ્થાપિત કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદ: નશામાં ધૂત શખ્સે ટ્રાફિક પોલીસના જવાનને માર માર્યો, વીડિયો થયો વાયરલ


જ્યારે સીએમ રૂપાણીને મંદી અંગે પુછવામાં આવ્યું ત્યારે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, 'ભાઇ, અત્યારે અમારી પાસે આવા કોઇ આંકડા આવ્યાં નથી. મંદી એક હવા છે. અત્યાર સુધી કોઇ MSMEનાં એકમો સાવ બંધ થઇ ગયા તેવું પણ આપણી સામે આવ્યું નથી. જો તમે સમજો સરકાર પોલીસી આપે છે. ખાનગી લોકો ધંધો કરે છે. ભૂતકાળમાં આ બધા કહેતા હતાં કે આપણે ત્યાં પાવર ઘણાં જ મોંઘા છે તો રાજ્ય સરકારે દરવાજો ખોલ્યો છે. જો મંદીની વાત કરતા હશો તો આ તમને મંદીમાં ઉપયોગી થશે. રાજ્ય સરકાર લોકો માટે કામ કરનારી સરકાર છે.'


આ પણ વાંચો:- દાહોદમાં કિન્નરોએ અર્ધનગ્ન થઇ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો, Video Viral


ઊર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે MSME એકમો હાલ વીજ વપરાશ માટે વીજ કંપનીને રૂ.8 જેટલી રકમ આપે છે તે આવી સોલાર એનર્જીના ઉત્પાદનથી ઘટી જતાં અંદાજે 3 રૂપિયા જેટલો MSME એકમોને આર્થિક ફાયદો પણ થવાનો છે. એટલે કે જે MSME એકમો પોતાની જગ્યા કે જમીન પર સોલાર એનર્જી ઉત્પાદન કરે તો અંદાજે 3.80 રૂપિયા અને ભાડાની અન્યત્ર જગ્યા પર કરે તો અંદાજે 2.75 જેટલો ફાયદો થશે.


નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો, છેલ્લા 10 દિવસથી ગોરા બ્રિજ રાહદારીઓ માટે બંધ


ઉલ્લેખનીય છે કે, સૌરઊર્જા ઉત્પાદન કરનારા આવા MSME એકમોએ ઇલેકટ્રીસિટી ડયુટી અને વ્હીલિંગ ચાર્જિસ નિયમ મુજબ ભરવાના રહેશે. તાજેતરમાં ગુજરાત સરકારે ‘સૂર્ય ગુજરાત (સોલાર રૂફટોપ) યોજના’ જાહેર કરીને ઘરગથ્થું વપરાશકારો માટે સૌરઊર્જા ઉત્પાદનને વ્યાપકપણે પ્રેરિત કર્યું છે. ગુજરાત સોલાર રૂફ ટોપમાં આઠ લાખ ઘરોને આવરી લેવાનો લક્ષ્યાંક 2022 સુધીમાં પૂર્ણ કરવા સજ્જ છે, ત્યારે હવે 33 લાખથી વધુ MSME એકમોને પણ ગ્રીન-ક્લિન સૌરઊર્જા માટે પ્રેરિત કરીને સમગ્ર રાજ્યમાં સ્વચ્છ-પ્રદૂષણ રહિત ઊર્જા ઉત્પાદનથી ગુજરાત સૌરઊર્જા ઉત્પાદનમાં પણ દેશમાં લીડ લેવા સજ્જ બન્યું છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...