નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો, છેલ્લા 10 દિવસથી ગોરા બ્રિજ રાહદારીઓ માટે બંધ

નિર્માણ બાદ પ્રથમ વખત સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક જળ સપાટી 138.68 મીટરે પહોંચી ગયો હતો. જો કે, હાલ નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમની જળ સપાટી ઘટી છે

નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો, છેલ્લા 10 દિવસથી ગોરા બ્રિજ રાહદારીઓ માટે બંધ

જયેશ દોશી, નર્મદા: નિર્માણ બાદ પ્રથમ વખત સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક જળ સપાટી 138.68 મીટરે પહોંચી ગયો હતો. જો કે, હાલ નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમની જળ સપાટી ઘટી છે. ઉપરવાસમાંથી અત્યારે 2 લાખ 60 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને લઇને નર્મદા ડેમની જળ સપાટી 138.31 મીટરે પહોંચી ગઇ છે.

અત્યારે હાલ નર્મદા ડેમના 16 દરવાજા જ ખુલ્લા મુકવામાં આવ્યા છે. તો બીજી તરફ આ દરવાજામાંથી 2 લાખ 60 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે કેવડિયા પાસે આવેલો ગોરા બ્રિજ છેલ્લા 10 દિવસથી હજી પણ રાહદારીઓમાં ખોલવામાં આવ્યો નથી. જો કે, ઉપરવાસમાંથી પાણીની આવક થવાના કારણે 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ તેની ઐતિહાસિક જળ સપાટીએ પહોંચી ગયો હતો અને 138.68 મીટરની જળ સપાટીએ નર્મદાના નિર વહી રહ્યાં હતા. 

જો કે, ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ તેમના જન્મદિવસ પર ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદા નિરના વધામણા કર્યા હતા. ઐતિહાસિક સપાટીએ પહોંચેલા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ઘટાડો થયો છે. ત્યારે 138.68 મીટરની જળ સપાટીએ પહોંચેલા નર્મદા ડેમની જળ સપાટીમાં 37 સે.મીનો ઘટાડો નોંધાયો છે. જેને લઇ હાલ નર્મદા ડેમ 138.31 મીટરની જળ સપાટીએ પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજયના 15 જીલ્લાના 73 તાલુકાના 3137 ગામોની 18.45 લાખ હેકટર જમીનને સિંચાઇનુ પાણી મળશે. રાજ્યના 8215 ગામડાઓ અને 135 શહેરી વિસ્તારોને અવીરત પીવા માટે પાણી પૂરૂ પાડી શકાશે. હવે ડેમ સંપુર્ણ ભરાઇ ગયા બાદ ગુજરાતમાં ખેતી તેમજ પીવાના પાણીની જરૂરીયાત 6 વર્ષ સુધી સંગ્રહી શકાશે. નર્મદાના મુખ્ય બંધ મુખ્ય જળ વિદ્યુતમથક ખાતે 200 મેગાવોટના 6 ભુગર્ભ યુનીટ જેની કુલ ક્ષમતા 1200 મેગાવોટ તેમજ નર્મદા મુખ્ય કેનાલના મુખ ઉપર 50 મેગાવોટના 5 યુનીટ દ્વારા 250 મેગાવોટની દૈનીક ક્ષમતા છે. જેમા હાલ 1200 મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી શકાય છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news