VIDEO જગતના તાત માટે સારા સમાચાર, ગુજરાત સરકારે લીધો ખેડૂત હિતકારી નિર્ણય
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યની પ્રવર્તમાન અછતના સન્દર્ભમાં વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય લીધો છે. રાજ્યમાં ડાર્ક ઝોનમાં સમાવિષ્ટ 57 તાલુકાઓમાં હવે ખેડૂતોએ કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માટે ડ્રીપ કે સ્પીન્કલર પદ્ધતિ ફરજીયાતપણે અપનાવવાની રહેશે નહીં.
હિતલ પરીખ, ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યની પ્રવર્તમાન અછતના સન્દર્ભમાં વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય લીધો છે. રાજ્યમાં ડાર્ક ઝોનમાં સમાવિષ્ટ 57 તાલુકાઓમાં હવે ખેડૂતોએ કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માટે ડ્રીપ કે સ્પીન્કલર પદ્ધતિ ફરજીયાતપણે અપનાવવાની રહેશે નહીં.
આ અગાઉ રાજ્ય સરકારે ભૂગર્ભ જળ સ્તર નીચા જતા હોવાની સ્થિતિને કારણે રાજ્યના 57 તાલુકાઓમાં ડાર્ક ઝોન જાહેર કર્યો હતો. તદ્દઅનુસાર જે ખેડૂતો કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માંગતા હોય તેમણે ફરજીયાતપણે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ અપનાવવાની રહેતી હતી. પરંતુ આ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી અછતની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીશ્રીએ સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ અપનાવવાની જોગવાઈ અન્ય જાહેરાત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવા નિર્ણય કર્યો છે.
ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે બીજો એ નિર્ણય લીધો છે કે સરકારે મગ અને અડદની ખરીદીની ટેકાના ભાવે ખરીદીનો પણ શુભારંભ કર્યો છે. વેચાણ આપવા ઈચ્છતા ખેડૂતોએ 10મી ડિસેમ્બરથી રાજ્યના મગના 34 APMC કેન્દ્રો અને અડદ માટે 58 APMC કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી થઈ શકશે. 24 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે ખરીદી થઈ શકશે.