ગાંધીનગર: ગુજરાતમાં જૈનોનું આંદોલન સમાધાન તરફ જતું હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. રાજ્યમાં જૈન સમાજના આક્રોશ બાદ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે પાલીતાણા વિવાદ મુદ્દે SITની રચના કરાશે. આવતીકાલે જ SITની રચના કરી દેવાશે. જેમાં જૈનોનાં તમામ પ્રશ્નો-માગણીઓ સરકાર ઉકેલવા તૈયાર હોવાનું જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૈન તીર્થસ્થાન પાલિતાણામાં અસામાજિક પ્રવૃત્તિઓ સહિતના પડતર મુદ્દાઓ અંગે હવે જૈન સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. 


આ પણ વાંચો: આ તો કંઈ નથી! નવા વર્ષથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી?


રવિવારે અમદાવાદ બાદ આજે સુરત સહિતના શહેરોમાં જૈન સમાજની જંગી રેલી નિકળી હતી. આ રેલીમાં એક લાખ જેટલા જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને રોષ પ્રગટ કરી અને સરકારને પોતાની માગણીઓ સ્વીકારવા માંગ કરી છે. સામે જૈન સમાજના પડતર પ્રશ્નો અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંતર્ગત મેરેથોન બેઠક પણ યોજવામાં આવી હતી. ત્યારબાદ હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે જૈન સમાજના પાલિતાણા સહિતના પ્રશ્નો ઉકેલવા સરકાર આગામી સમયમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની (SIT) રચના કરશે.


આ પણ વાંચો: બનાસકાંઠામાં ફિલ્મ 'સ્પેશ્યલ-26' જેવી ઘટના! રેડના નામે જાણો કેવી રીતે થઈ દિલધડક લૂંટ


જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારાં તીર્થસ્થાનો પર જાણે અસામાજિક તત્ત્વો આક્રમણ કરતાં હોય એવો ભાવ થઈ રહ્યો છે. અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ બંને સ્થળને તીર્થસ્થાન તરીકે જાહેર કરે. જૈન ધર્મ માટે સમ્મેત શિખર તીર્થસ્થાન સમાન છે. સમેત શિખરજી તેમજ શેત્રુંજય તીર્થસ્થાન સહિતના મુદ્દાઓને લઈને આજે સુરત શહેરમાં 3 કિમીની વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.