ગુજરાત સરકારે પ્રોપર્ટી વેચવા કાઢી, તમને ખરીદવામાં રસ છે તો જાણી લેજો
Gujarat Government Property : ગુજરાત સરકારે બજેટમાં આવકનો અંદાજ મૂક્યો છે. સરકારે બજાટમાં 1.38 લાખની આવક ઉભી કરવાનો અંદાજ માંડ્યો છે. ત્યારે આ આવક કેવી રીતે ભેગી કરાશે તે પણ જણાવાયું છે
Gujarat Government Property : છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત સરકાર પર કરોડોના દેવાની ચર્ચા ઉઠે છે. આ આંકડો ગુજરાતના 2023 ના વર્ષના બજેટ કરતા પણ ઉંચો છે. ત્યારે ગુજરાત સરકારે પોતાની પ્રોપર્ટી વેચવા કાઢી છે. આ પ્રોપર્ટી થકી સરકાર નાણાં મેળવશે. ગુજરાત સરકાર પોતાના જાહેર સાહસો અને અમુક બાંહેધરીઓ વેચીને 17,500 કરોડ રૂપિયા ઊભા કરશે.
ગુજરાત સરકારે બજેટમાં આવકનો અંદાજ મૂક્યો છે. સરકારે બજાટમાં 1.38 લાખની આવક ઉભી કરવાનો અંદાજ માંડ્યો છે. ત્યારે આ આવક કેવી રીતે ભેગી કરાશે તે પણ જણાવાયું છે. તેમજ ગુજરાત સરકારને ગત બે વર્ષમાં કોરોનાકાળ નડી ગયો. જેથી સરકારે અંદાજે 10 હજાર કરોડની મિલકતો વર્ષ 2021 માં વેચવા કાઢી હતી. ત્યાર બાદ આ વર્ષે ગુજરાત સરકાર પોતાના જાહેર સાહસો અને અમુક બાંહેધરીઓ વેચીને 17,500 કરોડ રૂપિયા ઊભા કરશે.
આ પણ વાંચો :
આ રીતે હોળી પ્રગટાવો તો રોડને નુકસાન નહિ થાય, AMC એ અમદાવાદીઓને કરી ખાસ અપીલ
સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, ટૂંક સમયમાં જાહેરાત કરાશે કે સરકાર કયા નિગમોને વિનિમેશ માટે મૂકશે. આ આવકથી સરકાર પોતાનું દેવું સરભર કરશે.
આ ઉપરાંત સરકારે જંત્રી, કરવેરા અને અન્ય માધ્યમો દ્વારા આવકનો અંદાજ માંડ્યો છે. મહેસૂલી આવકમાં સરકારે 1.38 લાખ કરોડનો અંદાજ આંક્યો છે. કેન્દ્રીય યોજનાઓ થકી સરકારને 16 હજાર કરોડથી વધુ રકમ મળશે.
આ પણ વાંચો :
ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં આખું સ્ટેડિયમ ભાજપ સમર્થકોથી ભરાયેલું રહેશે? ઉઠ્યા આક્ષેપો