15 વર્ષ જૂના આપની પાસે વાહનો છે તો આ સાચવજો, સરકાર ભંગારવાડે મોકલી દેશે
Scrap Policy India : વધતા જતા પ્રદૂષણને અટકાવવા બનાવાયેલી સ્ક્રેપ પોલિસી ગુજરાતમા લાગુ થઈ ગઈ છે... રાજ્યમાં ખેડા અને ભાવનગરમાં સ્ક્રેપ યાર્ડને મંજૂરી અપાઈ
15 Year Old Vehicle Will Be Scrap : દેશભરમાં સ્ક્રેપ પોલિસીનો અમલ થવાનો છે. દેશને પ્રદૂષણમાંથી બચાવવા માટે સરકાર સ્ક્રેપ પોલીસી લાવી છે. જૂના વાહનો પ્રદૂષણ ફેલાવતા હોવાથી સરકાર કોઈ પણ સંજોગોમાં આ વાહનોને રસ્તા પરથી દૂર કરવા માગે છે. જો તમારી પાસે પણ 15 વર્ષ જૂના કોઈ વાહન હોય તો ફિટનેસ ટેસ્ટ કરાવી લેજો નહીં તો સરકાર ભંગારવાડામાં મોકલી દેશે. તા.૧લી એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્ક્રેપ પોલિસી અમલમાં આવી રહી છે તે જોતાં ગુજરાતમાં ૧૫ વર્ષ જૂના ટ્રક સહિત હેવી કોમર્શિયલ વાહનો ભંગારવાડે જશે. આ બધાય વાહનોએ ફિટનેસ સેન્ટરમાં જઇને ચકાસણી કરીને સર્ટિફિકેટ મેળવવુ પડશે. રાજ્યમાં 20 લાખ જૂના વાહનો છે. જેમાં ટુક, ટેમ્પો, આયશર, લકઝરી બસો સહિત હેવી કોમર્શિયલ વાહનો છે. સરકાર વાહવાહીમાં તો શૂરી છે પણ અમલવારીમાં બિગ ઝીરો છે. રાજ્યમાં ૨૦ લાખ વાહનોની ચકાસણી માટે ૧૦૦ ફિટનેસ સેન્ટર જોઇએ પણ હાલ માત્ર ચાર ફિટનેસ સેન્ટર જ શરૂ થયા છે. લોકોએ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે તો નવાઈ નહીં.
સરકારી વાહન પણ રસ્તા પર નહિ દોડે
વર્ષ 2024 થી કાર અને ટુ વ્હિલર માટે પણ સ્ક્રેપ ફિટનેસ ટેસ્ટ ફરજિયાત બનશે. ટ્રક સહિત હેવી વ્હિકલ વાહનોના ઓટોમેટિક મશીનમાં ફિટનેસની ચકાસણી થાય તે માટે 100 ફિટનેસ સેન્ટરને મંજૂરી અપાઈ છે, પણ શરૂ 4 જ થયા છે. એકપણ જુનુ સરકારી વાહન કર્મચારીએ પોતાના રસ્તા પર દોડશે નહીં.
આ પણ વાંચો :
અમદાવાદીઓ માટે ખુશખબર : ઘરબેઠા એક જ ક્લિકથી ભરી દો પ્રોપર્ટી ટેક્સ, આ છે નંબર
પોલ ખોલ! 26,000 સ્કૂલો મર્જ છતાં 1,657 સ્કૂલોમાં એક જ શિક્ષક, શિક્ષણની ખસ્તા હાલત
જૂના વાહનોની સંખ્યા 20 લાખ
વધતા જતા પ્રદુષણ માટે ધુમાડા ઓકતા વાહનો જવાબદાર પરિબળ છે. ભારતની ઈમેજ ખરાબ થતાં સરકાર એલર્ટ બની છે. જેને પગલે નવી પોલિસીની જાહેરાત કરાઈ છે. કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના ખખડધજ વાહનો જ પ્રતિબંધ લાદવા તૈયારીઓ આદરી છે. સૂત્રોના મતે, ગુજરાતમાં ૧૫ વર્ષ જૂના ટ્રક, ટેમ્પો, આયશર અને બસોની સંખ્યા અંદાજે ૨૦ લાખ જેટલી છે. પોલીસીના અમલ પહેલાં જ મુશ્કેલી ઉભી થઇ છે તે જોતા સરકાર કેન્દ્ર સરકાર પાસે પ્રથમ તબક્કામાં નવી વ્હિકલના ફિટનેશની ફરજિયાત ચકાસણીમાં રાહત આપવા વિનંતી કરી શકે છે.
સ્ક્રેપ યાર્ડને મંજૂરી અપાઈ
રાજ્યમાં ખેડા અને ભાવનગરમાં સ્ક્રેપ યાર્ડને મંજૂરી અપાઈ છે. સ્ક્રેપ યાર્ડ બનાવવા માટે એક એકર જમીન જોઈએ. આ સ્ક્રેપ યાર્ડ માટે 18 કરોડનો ખર્ચ કરવો પડે એટલે લોકો ઓછો રસ દાખવી રહ્યાં છે. સરકારે આદેશ તો કરી દીધો છે પણ અમલવારી કઈ રીતે થશે એ સૌથી મોટો સવાલ છે.
આ પણ વાંચો :
BMW કાર લઈને ફરવા નીકળ્યો શો રૂમનો સેલ્સ મેનેજર, બાઈક પર જતા દંપતીને કચડ્યા
માતાપિતાએ ખેતરમાં ત્યજ્યું હતું, હવે સ્વીડનના પરિવારમાં અનાથ બાળકનો ઉછેર થશે