હિતલ પારેખ/ગાંધીનગર :અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા (Rathyatra 2020) ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રા યોજવા કે ન યોજવા બાબતને લઇને હાઇકોર્ટના નિર્દેશ બાદ જ સરકાર નિર્ણય લેશે તેવું જણાવાયું છે. હાઇકોર્ટમાં રથયાત્રા ન યોજવા દાખલ થયેલી અરજી પર નિર્ણય બાદ જ સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. હાઇકોર્ટમાં સોમવારે રથયાત્રાના અયોજન બાબતે સુનવણી થશે. રથયાત્રા બાબતે સરકાર હાલ કોઈ બાબતે નિર્ણાયક નહિ બને. રથયાત્રા યોજવા કે ન યોજવા બાબતે બધો જ દારમોદાર હાઇકોર્ટનાં ફેસલા પર નિર્ભર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 વર્ષ પહેલા થયેલા ગ્રહણના દિવસે અંધારું થયું હતું, પક્ષીઓ માળમાં પરત ફર્યા હતા, હવા પણ ઠંડી પડી હતી


રથયાત્રાના આયોજનના નિર્ણય પહેલા ગૃહરાજ્ય મંત્રીની સૂચક બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી સાથે કરી બેઠક રથયાત્રાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ અગાઉ ગૃહરાજ્ય મંત્રીએ હાઇકોર્ટમાં દાખલ થયેલી પીઆઈએલ અને સુપ્રિમ કોર્ટમાં પુરીની રથયાત્રા પર રોક બાબતે ગાઈડલાઈનને ધ્યાને રાખી રાહ જોવા કહ્યું હતું. હાઇકોર્ટમાં થયેલી પીઆઈએલ પર સોમવારે સુનવણી થશે, જે મુજબ જ અમદાવાદની રથયાત્રાનો નિર્ણય લેવાશે. 


સુશાંતની પ્રેમિકા રિયા ચારેતરફથી ઘેરાઈ, હવે જિયા ખાનની માએ મૂક્યો મોટો આરોપ


રથયાત્રાના આયોજનને લઈને હાલ અસમંજસનો માહોલ યથાવત છે. સરકારના મૌન વચ્ચે રથયાત્રાની મંદિરમાં તૈયારીઓ થઈ રહી છે. ભગવાન જાગન્નાથજીને ગ્રહણના કારણે આવતીકાલે સાંજે મામાને ઘરેથી લવાશે. ભગવાનને સરસપુરથી નિજ મંદિર લાવવાની તૈયારીઓ આવતીકાલે શરૂ થશે. ભગવાન જગન્નાથજી નેત્રોત્સવની વિધિ ગ્રહણ બાદ જ કરાશે. નેત્રોત્સવની વિધિની તૈયારીઓ મંદિરમાં શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, રથયાત્રા પહેલા વિધિવત રીતે મંદિરમાં નેત્રોત્સવની વિધિ કરાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube