25 વર્ષ પહેલા થયેલા ગ્રહણના દિવસે અંધારું થયું હતું, પક્ષીઓ માળમાં પરત ફર્યા હતા, હવા પણ ઠંડી પડી હતી

રવિવારે 21 જૂનના રોજ આ વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ સવારે 9 વાગીને 15 મિનીટ પર લાગશે અને બપોરે 3 વાગીને 5 મિનીટ સુધી રહેશે. તેનો સૂતક 20 જૂન શનિવારની રાત્રે 9.15 વાગ્યે આરંભ થશે. રવિવારે તે વલયાકાર ગ્રહણ બપોરે 12.15 પર ચરમસીમા પર રહેશે. 
25 વર્ષ પહેલા થયેલા ગ્રહણના દિવસે અંધારું થયું હતું, પક્ષીઓ માળમાં પરત ફર્યા હતા, હવા પણ ઠંડી પડી હતી

ઝી મીડિયા/બ્યૂરો :રવિવારે 21 જૂનના રોજ આ વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ સવારે 9 વાગીને 15 મિનીટ પર લાગશે અને બપોરે 3 વાગીને 5 મિનીટ સુધી રહેશે. તેનો સૂતક 20 જૂન શનિવારની રાત્રે 9.15 વાગ્યે આરંભ થશે. રવિવારે તે વલયાકાર ગ્રહણ બપોરે 12.15 પર ચરમસીમા પર રહેશે. 

રાજ્યસભા ચૂંટણી : શું વોટિંગ ન કરીને BTP એ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું?  

શું બધા ગ્રહણ અનિષ્ટકારી હોય છે
ગ્રહણ તો દર વર્ષે આવે છે. 21 જૂનનું ગ્રહણ કેટલાક દુર્લભ જ્યોતિષીય સમીકરણોની સાથે છે. એવા સંયોગ દર વખતે નથી થતા. ક્યારેક ક્યારેક સદીમા થાય છે અને દુર્ભાગ્યવશ આપણે તેના સાક્ષી બનીએ છીએ. જ્યારે પણ ગુરુ અને શનિ મકર રાશિમાં આવે છે, તે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવે છે. કોરોનાના 26 ડિસેમ્બર, 2019ના સૂર્યગ્રહણ બાદ ખૂબ ફેલાયેલું છે. એ સત્ય છે કે કોઈ પણ ગ્રહણના ફળ સારા નથી. મત્સ્ય પુરાણના અનુસાર સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા  અમૃતને રાહુકેતુએ છીનવી લીધું હતું. ત્યારથી ગ્રહણની કથા અને ઈતિહાસ ચાલી આવે છે. દ્રૌપદીનું અપમાન સૂર્યગ્રહણના દિવસે થયું હતું. મહાભારતના 14મા દિવસે સૂર્યગ્રહણ હતું અને પૂર્ણ ગ્રહણ પર અંધારું થવા પર જયદ્રતનો વધ કરાયો હતો. જે દિવસે શ્રીકૃષ્ણની દ્વારિકા ડૂબી હતી તે દિવસે પણ સૂર્યગ્રહણ હતું. 

પબુભાના હુમલા બાદ પહેલીવાર મોરારીબાપુની પ્રતિક્રિયા આવી, માફી અંગે કહ્યું કે... 

25 વર્ષ પહેલા ઘટેલા 1995ના ગ્રહણને પગલે દિવસે અંધારું થઈ ગયું હતું. પક્ષીઓ પોતાના ઘરમાં પરત ફરી આવ્યા હતા. હવા ઠંડી થઈ ગઈ હતી. 

સૂર્યગ્રહણનો સમય
ગ્રહણનો પ્રારંભ કાળ - 9.15
કંકણ આરંભ - 10.17
પરમ ગ્રા - 12.10
કંકણ સમાપ્ત - 14.02
ગ્રહણ સમાપ્તિ કાળ - 15.06
ખંડગ્રાસનો સમય - 3 કલાક 28 મિનીટ 36 સેકન્ડ 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news