બ્રિજેશ દોશી/ગાંધીનગર :કોરોના વાયરસની સામેની જંગમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે રોજેરોજ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે જાહેરાત કરાઈ કે, સરકાર દ્વારા મહાનગરપાલિકાના અને નગરપાલિકાના સફાઈકર્મીઓ માટે રૂ. 25 લાખનું વીમા કવચ લેવાશે. મહેસુલી વિભાગના કર્મચારીઓ પણ 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓ માટે પણ 25 લાખનું વીમા કવચ લેવાનો નિર્ણય કરાયો છે. 17 હજારથી વધુ પરવાના ધારકો અને વિભાગના કર્મચારીઓને 25 લાખનું વીમા કવચ અપાશે. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકોનું કોરોનાને કારણે મૃત્યુ થાય તો તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાના નિર્ણયો કર્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કર્મચારીઓ માટે આ નિર્ણય લીધો છે, જેમાં આરોગ્ય કર્મચારીઓનો પણ સમાવેશ કરાશે. 


લોકડાઉનમાં ત્રીજી આંખથી દેખાયું કે ચાર જણા કેરમ રમે છે, ને પછી તો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત એક મહત્વના નિર્ણય વિશે તેમણે જણાવ્યું કે, પાસ, કપાસિયા તેલની આવક થતા ખાદ્યતેલનો પ્રશ્ન રાજ્યને નહિ રહે. કપાસના ખેડૂતો અને વેપારીઓને છૂટછાટ આપવામાં આવી છે. ખાદ્યતેલ ની ઘટ ન પડે તે માટે ઓઇલ મિલો અને કપાસની જીનિગ મિલો ચાલુ રાખવા મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લેવાયો છે. આ માટે સ્થાનિક તંત્ર મારફત મંજૂરી લેવાની તેમજ આ આખી પ્રક્રિયામાં સોશીયલ ડિસ્ટન્સ હાઇજીન સેનિટાઇઝેશન વગેરેની પૂરતી કાળજી લેવાની પણ સ્પષ્ટ સૂચના અપાઈ છે. આ સાથે જ અન્ન નાગરિક પુરવઠા વિભાગના કર્મચારીઓ, સસ્તા અનાજના દુકાનદારોએ 66 લાખ પરિવારોને અનાજ પહોંચાડ્યું છે. 


આજે રાત્રે 9 વાગીને 9 મિનીટે દીવો સગળગતા પહેલા આ ભૂલ ન કરતા, નહિ તો આગ લાગશે 


તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ખાનગી તબીબોને N95 માસ્ક પણ પહોંચાડ્યા છે. સુરતમાં 7500, રાજકોટમાં 7500 અને વડોદરામાં 5000થી વધુ માસ્ક અપાશે. કુલ 45 હજાર માસ્ક ખાનગી તબીબોને ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને આજે રાત્રે વીજ પુરવઠો યથાવત રહેશે તેવી જાહેરાત કરાઈ છે. શિક્ષકોને સર્વે કરવા માટે મોકલવાનો મામલે કહ્યું કે, શિક્ષકો સમગ્ર વહીવટી વ્યવસ્થાના ભાગ છે. પરપ્રાંતિયોને ભૂખ્યા પેટે ન રેહવું પડે તે માટે તમામ અધિકારીઓને કામે લગાડીશું. તમામ લોકોનો સાથ સહકાર મળશે. સુરત APMCની ભીડ મામલે સરકાર તરફથી પ્રતિક્રિયા આવી છે કે, હાલ પૂરતું APMCને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર