પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ કચ્છના નાના રણમાં મીઠાના વ્યવસાય સાથે જોડાયેલ પરિવારોના બાળકો રણમાં પણ અભ્યાસથી વંચિત ના રહે તે માટે સરકાર દ્વારા સ્કુલ ઓન વહીલ્સ પ્રોગ્રામ અંતર્ગત અત્યંત આધુનિક સુવિધાઓ સાથેની બસ ફાળવવામાં આવી છે. જેથી બાળકો ખુબ જ ઉત્સાહ પૂર્વક અભ્યાસ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર દ્વારા છેવાડાના વિસ્તારમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ કચ્છના નાના રણમાં મીઠાના વ્યવસાય સાથે જોડાયેલ અગરિયાના પરિવારો મીઠું પકવવા માટે સાત મહિના રણમાં ઝૂપડા બાંધી રહે છે. તે સમય દરમ્યાન તેમના બાળકો અભ્યાસથી વંચિત રહી ન જાય છે તે બાબતે સંવેદનશીલ સરકાર દ્વારા સ્કુલ ઓન વહીલ્સ પ્રોગ્રામ અંતર્ગત આધુનિક સગવડથી સજ્જ 10 જેટલી બસ રણમાં ફાળવવામાં આવી હતી. આ બસમાં 178 બાળકોને શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે. બસમાં અભ્યાસને લાગતી તમામ સુવિધા સાથે બાળકોને નાસ્તો પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


આ પણ વાંચો : અમદાવાદ બ્લાસ્ટ કેસની સુનાવણી Live: દોષિતે કોર્ટમાં કહ્યું, ઉપરવાળાની જે મરજી હોય હું એમના ઉપર છોડું છું


આ વિશે સીઆરસી. કો-ઓડિનેટર સામત આહીર જણાવે છે કે, રણમાં બાળકો અભ્યાસ થી વંચિત ના રહે તે માટે સરકાર દ્વારા સુવિધા સંપન્ન બસ ફાળવવામાં આવતા અને અભ્યાસની સાથે સાથે બાળકોને નાસ્તો આપવામાં આવતા બાળકો ખુબજ ઉત્સાહ સાથે બસમાં અભ્યાસ માટે આવે છે. બસમાં સેટઅપ બોક્સના માધ્યમથી એલીડી ટીવી પર શૈક્ષણિક કાર્યક્રમો બતાવવામાં આવતા બાળકો આનંદ સાથે અભ્યાસ કરી રહ્યા છે. જે બસની અંદર તમામ સુવિધાઓ છે તે સોલાર દ્વારા ઉતપન્ન કરવામાં આવે છે. અને આ રણ શાળામાં બાળકો ડિસેમ્બર મહિનાથી લઇને એપ્રિલ મહિના સુધી અભ્યાસ કરે છે. એટલે કે 5 મહિના સુધી રણ શાળામાં બાળકો અભ્યાસ કરે છે. આ દરમિયાન તેમના પરિવારના લોકો રણમાં મીઠુ પકવે છે. આમ આ પ્રકારની સુંદર વ્યવસ્થા સરકાર દ્વારા રણમાં ઉભી કરવામાં આવી છે. 


આ પણ વાંચો : લગ્નમાં ભાંડો ફૂટ્યો, યુવક બીજા લગ્ન કરવા માંડવે બેસ્યો, અને ત્યા જ પહેલી પત્ની આવી ચઢી


શિક્ષક દિપક પટેલ કહે છે કે, સાત મહિના સુધી અગરિયા પરિવારો મીઠું પકવવા જતા હોવાને પગલે તેમના બાળકોને અભ્યાસ છોડવો પડે છે. ત્યારે બાળકોનો અભ્યાસ ના બગડે અને રણમાં પણ બાળકો અભ્યાસ કરી શકે તે માટે આધુનિક સગવડો સાથે સજ્જ બસ ફાળવવામાં આવતા આજે બાળકો ઉત્સાહ સાથે સારો અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ બાદ બાળકોને ભોજન પણ આપવામાં આવે છે.


રણમાં પણ અગરિયા પરિવારોના બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા રણમાં 10 બસ ઉભી કરી વર્ગો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં બાળકો ખૂબ જ ઉત્સાહ સાથે શાળામાં અભ્યાસ કરી શિક્ષણ મેળવી રહ્યાં છે.