breaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી
સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી છે. સરકારી ભરતીઓને લઈ સરકાર બેઠક કરશે. મુખ્ય આંદોલનકારીઓની સાથે આવતીકાલે સરકારના પ્રતિનિધિઓ બેઠક યોજાશે. રાજ્ય સરકારના બે મંત્રીઓની સાથે ચર્ચા થશે, જેમાં અટકેલી ભરતીઓ તથા જે ભરતીમા પરીક્ષાઓ લેવાઈ ચુકી છે અને નિમણુકના કામ બાકી છે તેના પર ચર્ચા સંભવ બનશે. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી શું કરી શકાય તે અંગે પણ ચર્ચા થઈ શકે છે.
હિતલ પારેખ/ગાંધીનગર :સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી છે. સરકારી ભરતીઓને લઈ સરકાર બેઠક કરશે. મુખ્ય આંદોલનકારીઓની સાથે આવતીકાલે સરકારના પ્રતિનિધિઓ બેઠક યોજાશે. રાજ્ય સરકારના બે મંત્રીઓની સાથે ચર્ચા થશે, જેમાં અટકેલી ભરતીઓ તથા જે ભરતીમા પરીક્ષાઓ લેવાઈ ચુકી છે અને નિમણુકના કામ બાકી છે તેના પર ચર્ચા સંભવ બનશે. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી શું કરી શકાય તે અંગે પણ ચર્ચા થઈ શકે છે.
GTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે
આંદોલનકારીઓ દિનેશ બાંમભણીયા અને યુવરાજસિંહ જાડેજાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તેઓએ અટકી પડેલી સરકારી ભરતીને લઈ પત્ર લખ્યો હતો. તેઓએ કહ્યું કે, લેવાઈ ગયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અટકી પડેલી ભરતી બાબતે સત્વરે નિર્ણય લેવા અમારી માંગ છે. રદ્દ થયેલી પરીક્ષાઓ, નિમણૂંક પત્ર આપવાના બાકી હોય અને વય મર્યાદા પૂર્ણ થતી હોય તેવા ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લાંબા સમયથી અટકી પડેલી સરકારી ભરતીઓ મામલે વિવાદ અને વિરોધ થઈ રહ્યો છે. આંદોલનકારીઓએ લાંબા સમયથી ગાંધીનગરમાં આંદોલનને વેગ આપ્યો હતો. ત્યારે હવે તેઓની મહેનત રંગ લાવી છે. ગુજરાતભરમાઁથી ઉમટેલા વિરોધે આખરે સરકારનું નામ દબાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર