ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)નું સર્વર ડાઉન થવાને કારણે 9 મેના રોજ મોડી રાતથી વહેલી સવાર સુધી ઓનલાઈન બુકિંગ કરવામાં હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સર્વર ડાઉન થયા બાદ GSRTCએ મેન્યુઅલ કાઉન્ટર પર પણ કોઈ વધારાની વ્યવસ્થા કરી ન હતી. ટિકિટ માટે મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કાલથી 5 દિવસ ઓરેન્જ એલર્ટ;કામ વગર બહાર નીકળશો તો મર્યા, AMCનો મોટો નિર્ણય


ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) ની ઓનલાઈન બુકિંગ સેવા ક્રેશ થઈ જતાં લાખો મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે બસોના સંચાલન પર અસર પડી હતી અને બસો મોડી ઉપડી અને મોડી જ પહોંચી હતી. મોડી રાત્રે સર્વર ડાઉન થયા બાદ સવારે સાડા આઠ વાગ્યા સુધી સર્વર ડાઉન રહ્યું હતું. જેના કારણે વોલ્વો, ઈલેક્ટ્રીક બસ અને ઈન્ટરસીટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને ટીકિટ મળી શકી ન હતી. કાઉન્ટર પર તેઓ બસ ભરેલી છે કે બસ ખાલી છે તે અંગે અપડેટ પણ મેળવી શક્યા નથી. વડોદરામાં ખાલી બસો હોવા છતાં મુખ્ય કાઉન્ટર પરથી ટિકિટ આપવામાં આવી ન હતી. આ અંગે મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી. તો, મેન્યુઅલ ટિકિટને પગલે બસો ત્યાં ઉભી હોવાથી બસો મોડી પડી હતી.


ગેંગસ્ટર લોરેન્સ જેલ હવાલે; નલિયા કોર્ટનો મોટો નિર્ણય, જાણો કેમ લવાશે સાબરમતી જેલમાં


પાંચ કલાક સર્વર ડાઉન
GSRTC બાજુનું સર્વર લગભગ પાંચ કલાક સુધી ડાઉન રહ્યું હતું. સર્વર ડાઉન થતાં GSRTCએ પણ આ બાબતે કોઈ ખુલાસો કર્યો ન હતો. લોકોને ઓનલાઈન ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી ત્યારે તેઓ ટિકિટ કાઉન્ટર પરથી પણ ટિકિટ મેળવી શક્યા ન હતા. જેના કારણે સામાન્ય લોકોને મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 


'મામાના ઘરે હવે શ્રીખંડ-પુરી ખાવા નહીં મળે'; સીંગતેલમાં સળંગ ત્રીજા દિવસે થયો વધારો


GSRTC ઈલેક્ટ્રિક બસમાં મુસાફરી કરતા મુસાફરોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ બસોમાં કંડક્ટર ન હોવાના કારણે લોકોને ટિકિટ માટે રઝળપાટ કરવી પડી હતી. GSRTCની ઈલેક્ટ્રિક બસો પહેલેથી જ વડોદરા રૂટ પર મોડી પહોંચતી હોવાની બુમરાણ છે. નવા ડ્રાઇવરોની તાજેતરની નિમણૂકને કારણે તેમની સમયસર કામગીરીમાં વધુ સમસ્યાઓ ઊભી થઈ છે.


જીભના રંગથી જાણો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ, બદલાયેલો રંગ આ બીમારી તરફ કરે છે ઈશારો


અપડેટ 8:30 વાગ્યે આવી
GSRTCએ સર્વર ડાઉન અંગે કોઈ માહિતી આપી ન હતી. સવારે 8:30 વાગ્યે મીડિયા દ્વારા સર્વર ડાઉન વિશે જાણ કરવામાં આવતા, GSRTC એ સર્વર ડાઉન સ્વીકાર્યું અને લખ્યું કે નેટવર્ક સેવા પ્રદાતા તરફથી કેટલીક સમસ્યાને કારણે સર્વર ડાઉન છે. આ સાથે જીએસઆરટીસીએ તેના ટ્વીટમાં જણાવ્યું હતું કે હવે ઓનલાઈન મોબાઈલ બુકિંગ એપ પર કામ કરી રહ્યું છે.  GSRTCની ઓનલાઈન બુકિંગ એપને ભૂતકાળમાં પણ અનેક પ્રસંગોએ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં વાહનવ્યવહાર વિભાગની જવાબદારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે છે. તો  જીએસઆરટીસીના એમડી એમ.કે.ગાંધી છે.