ગાંધીનગર : આજે ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને ટુકમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં કુલ 9 કેસ નવા સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 175 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભાવનગર અને વડોદરાનાં 1-1 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જ્યારે પાટણમાં એક 47 વર્ષીય વ્યક્તિ અને 52 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ પ્રકારે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 175 કુલ કેસ પૈકી 4 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 126 લોકો સ્ટેબલ છે. 25 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંગલેશ્વરનો પોઝિટિવ દર્દી ભાગી ગયો, પૂર્વ મેયર તેના પુત્રના સંપર્કમાં આવતા હડકંપ

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આજની હાઇપાવર કમિટીની મીટિંગ યોજાઇ હતી. જેમાં દરેક કેસની ડિટેઇલ રિવ્યું કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ ભાર આપવામાં આવ્યો કે હોટ સ્પોટ હોય તેવા વિસ્તારમાં વધારેમાં વધારે ટેસ્ટિંગ અને સર્વેલન્સ કરવા માટે જણાવ્યું છે.  આ ઉપરાંત ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. આ વિસ્તારનાં લોકો બહાર ના જાય તે માટે ચુસ્ત રીતે આ હોટ સ્પોટ બંધ કરી દેવામાં આવે છે. 


CM રૂપાણીએ વડોદરાના સફાઇ કર્મચારી સાથે વાત કરી, કહ્યું તમે દેશની ખુબ મોટી સેવા કરી રહ્યા છો


અમદાવાદમાં તમામ ક્લસ્ટરમાં 24 હજારથી વધારે લોકોને 16 ટીમ દ્વારા ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. સુરતમાં પણ 63 ટીમ કામ કરી રહી છે અને 97 હજારથી વધારે લોકોને આ ક્લસ્ટરમાં હોમ ક્વોરોન્ટિન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરામાં પણ 8 હજારથી વધારે લોકોને 11 ક્વોરોન્ટિન કરી રહ્યા છે. ભાવનગરમાં પણ 30 ટીમ 21 હજાર લોકોને ક્વોરોન્ટિન કર્યા છે. રાજકોટમાં પણ 23 ટીમ 2488 લોકોની વસ્તીને ક્વોરોન્ટિન કરવામાં આવ્યા છે. આ રીતે સમગ્ર રાજ્યમાં અલગ અલગ ક્લસ્ટરમાં 143 જેટલી ટીમ ડોઢ લાખથી પણ વધારે વસ્તીને કવર કરે છે.


રાજુલાના વિસળિયા નજીક સામાન્ય ઘર કંકાસથી કંટાળી માતાએ ત્રણ સંતાનો સાથે કુવામાં પડતું મુક્યું

સમગ્ર ગુજરાતમાં હાલ 175 પોઝિટિવ કેસ છે. જેમાં છેલ્લા 24 કલાકથી આપણે ટેસ્ટિંગનું પ્રમાણ વધાર્યું છે. હોટસ્પોટ તરીકે ચિન્હીત કરેલા વિસ્તારોમાં આ પ્રમાણ વધાર્યું છે. કોઇ પણ શંકાસ્પદ લક્ષણ દેખાય તો તે વ્યક્તિનો તુરંત જ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જેના હેઠળ 1000થી વધારે લોકોનાં ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. 


UKથી આવેલા દર્દીએ કોરોના મુક્ત થઇ કહ્યું, ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ખુબ જ નિષ્ઠાવાન

જિલ્લાવાર કેસની વાત કરીએ તો અમદાવાદમાં 83 કેસ છે, સુરતમાં 22 કેસ, રાજકોટમાં 11, વડોદરામાં 12, ગાંધીનગરમાં 13, ભાવનગરમાં કુલ 14, કચ્છમાં 2, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 1, પાટણમાં 5, છોટા ઉદેપુર, જામનગર, મોરબી, આણંદ અને સાબરકાંઠામાં 1-1 કેસ સામે આવ્યા છે. આમ કરીને કુલ 175 કેસ થાય છે. 


ગુજરાતમાં હવે બીજા સર્વેની કામગિરી ચાલુ થશે, ગામડાઓ પર વધારે ધ્યાન આપવામાં આવશે

મીડિયાના માધ્યમ થકી ગુજરાતની સ્થિતી પ્રમાણમાં સારી છે. પરંતુ બિલ્કુલ આપણા જ હાથમાં છે અને લોકડાઉનનું યોગ્ય રીતે પાલન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે તે જરૂરી છે. સર્વેલન્સ માટે જ્યારે લોકો આવે તો સંપુર્ણ સાચી વિગતો આપવી જરૂરી છે. ખોટી વિગતો આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. દિવસ દરમિયાન શક્ય તેટલું મહત્તમ ગરમ પાણી પીવો. ગરમ દુધમાં હળદર નાખીને પણ સેવન કરવામાં આવે તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube