ગુજરાતમાં હવે બીજા સર્વેની કામગિરી ચાલુ થશે, ગામડાઓ પર વધારે ધ્યાન આપવામાં આવશે
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને ગંભીરતાથી લઇને ગુજરાત સરકાર દ્વારા હેલ્થ સર્વેનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં હવે ગામડાઓમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ બીજા તબક્કામાં હેલ્થ વિભાગની સાથે સેલ્ફ રિપોર્ટિંગ અને IVR દ્વારા લોકો પર નજર રાખવામાં આવશે.
ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓને ક્વોરન્ટીન પિરિયડ પુર્ણ થયાબાદ પણ લોકલ ટ્રાન્સમિશન અને ગામડાઓમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. જેથી ગુજરાત સરકાર દ્વારા સર્વેનો બીજો રાઉન્ડ ચાલુ કરવામાં આવશે તેમાં ગામડાઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંક બીજા રાજ્ય અને બીજા જિલ્લાઓમાંથી આવેલા લોકોની માહિતીનાં આધારે તેમનાં ટેસ્ટ કરવામાં આવશે. ખાસ કરીને શહેરમાંથી ગામડાઓમાં હિજરત કરીને ગયેલા લોકો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.
આ ઉપરાંત બીજા તબક્કાના સર્વેમાં તંત્ર ઘરે જઇને તપાસ કરે તે પહેલા જે તે વ્યક્તિ કે જેને કોઇ શારીરિક સમસ્યા હોય તેઓ સામેથી 104 માં ફોન કરીને સારવાર માટે કહી શકે છે. આ ઉપરાંત બીજા તબક્કામાં એવી પણ એક વ્યવસ્થા આવી છેકે, ફોનમાં IVR સિસ્ટમથી લોકોના ખબર પુછવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે