Gujarat Health Update: ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવાર-સાંજ ઠંડી અને બપોરના ગરમી આ સ્થિતિની વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં ગુજરાતમાં વકરી રહ્યો છે રોગચાળો. ગુજરાતના એક શહેરનો તો રોગચાળાએ પુરી રીતે પોતાની ઝપેટમાં લીધો છે. જેને કારણે દવાખાનાઓ હજારો દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. અહીં વાત થઈ રહી છે રાજકોટ શહેરની. હાલ વિચિત્ર બીમારીથી ઉભરાયું ગુજરાતનું આ શહેર! ના ખાઈ શકો, ના બોલી શકો, ના બેસી શકો, ના સૂઈ શકો...એક સાથે સરકારી અને પ્રાઈવેટ દવાખાનાઓમાં ઉભરાયા હજારો દર્દીઓ...બાળકો અને વડીલોને સાચવજો, તમારા શહેરમાં પણ આ બીમારી કરી શકે છે પગપેસારો, જાણો લક્ષણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં એક સાથે હજારોની સંખ્યાંમાં લોકોને થઈ રહી છે આ બીમારીઃ
તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ઋતુ પરિવર્તનના ગાળામાં વાયરલ ઈન્ફેકશનને કારણે આવા કેસો બનતા હોય છે. જેની સંખ્યા પ્રમાણમાં ઓછી કે પછી મર્યાદિત હોય છે. પરંતુ એક સાથે આટલી મોટી સંખ્યામાં આવા કેસ આવવાથી ચિંતા વધી. રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળા વચ્ચે છેલ્લા ૪૫ દિવસ જેટલા ટૂંકાગાળામાં ગાલપચોળીયાના અંદાજે સાત હજારથી વધુ કેસો ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આ સાથે અછબડાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. જેમાં બાળકો જ નહિ, મોટી ઉમરના લોકોને પણ અસર થઈ હોવાના કેસો નોંધાયા છે.


આ બીમારી અંગે શું કહી રહ્યાં છે નિષ્ણાતોઃ
તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ઋતુ પરિવર્તનના ગાળામાં વાયરલ ઈન્ફેકશનને કારણે આવા કેસો બનતા હોય છે. જેની સંખ્યા પ્રમાણમાં ઓછી કે પછી મર્યાદિત હોય છે. પરંતુ એક સાથે આટલી મોટી સંખ્યામાં ગાલપચોળીયાના કેસો આવ્યા હોવાનું તેવું કદાચ છેલ્લા દસ વર્ષોમાં પ્રથમ વખત બન્યાનું હોવાનું રાજકોટના અગ્રણી ડોકટરો જણાવી રહ્યા છે. ગાલપચોળીયા મોટેભાગે વાઈરલ ઈન્ફેક્શનને કારણે થતાં હોય છે. પણ આ વખતે બાળકો અને મોટેરાઓને પણ થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે બાળકોમાં ગાલપચોળીયાના કેસો પ્રમાણમાં વધુ હોવાનું બાળરોગ નિષ્ણાંત ડોક્ટરોનું કહેવું છે.


ગાલપચોળિયાંના લક્ષણો-
જો તમને ગાલપચોળિયાં હોય, તો તમે આ લક્ષણોનો અનુભવ કરી શકો છો- તાવ,માથાનો દુખાવો,થાક અને નબળાઇ,ભૂખ ન લાગવી,સોજો, લાળ ગ્રંથીઓ, સોજાની આસપાસ દુખાવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે.


કેમ થાય છે ગાલપચોળિયું?
ગાલપચોળિયાં એક ચેપી રોગ છે, જે વાયરસને કારણે થાય છે. આ રોગ ચહેરાની પેરોટીડ લાળ ગ્રંથીઓમાં સોજાનું કારણ બને છે. આ સ્થિતિ અત્યંત પીડાદાયક હોઈ શકે છે.વાયરસના સંપર્કમાં આવ્યાના 2 થી 3 અઠવાડિયા પછી તેના લક્ષણો અનુભવાય છે. આ રોગ માથાનો દુખાવો, તાવ અથવા થાક જેવા હળવા લક્ષણોથી શરૂ થાય છે. ધીમે ધીમે તેના લક્ષણો વધી શકે છે અને સોજો આવી શકે છે. આ રોગ મોટે ભાગે 2 થી 12 વર્ષની વયના બાળકોને અસર કરે છે. પરંતુ જો આ વાયરસ સામે રસી આપવામાં ના આવે તો તે પુખ્ત વયના લોકોને પણ અસર કરી શકે છે.


સામાન્ય લાગતી આ બીમારી બની શકે છે જીવનું જોખમ, ખુદ તબીબોએ કહી આ વાતઃ
તબીબોના કહેવા મુજબ, ગાલપચોળીયા આમ તો સામાન્ય બિમારી લાગતી હોય છે. પણ ક્યારેક તે માનવ જીવનું જોખમ ઊભું કરી દેતી હોય છે. સામાન્ય રીતે પાંચથી સાત દિવસમાં ગાલપચોળીયા અને અછબડા મટી જતા હોય છે પરંતુ કોઈક વખતો તેને કારણે મેનેન્જાઇટીસ (મગજ ઉપર સોજો આવવો), સ્વાદુપીંડ ઉપર સોજો આવી જવો, પુરૂષોને ટેસ્ટી તથા સ્ત્રીઓને ઓવરી જેવા અંગો ઉપર અસર થવી વિગેરે સમસ્યાઓ પણ ગાલપચોળીયાને કારણે અમુક વખત થઈશકે છે. હાલમાં અછબળાના કેસો પણ જોવા મળે છે પરંતુ તે પણ હાલ ધીમીગતિએ આગળ વધી અંદાજે ૧૦૦ થી ૧૫૦ કેસ અછબળાના રહ્યાનું તબીબો જણાવી રહ્યા છે. મહિને જોવા મળી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે.