Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, મુંબઈથી આવતી અને જતી વંદેભારત સહિત અનેક ટ્રેનો રદ
Gujarat Heavy Rain: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના ગોધરા અને શહેરામાં સાડા નવ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે મહીસાગરના વીરપુરમાં નવ ઇંચ વરસાદ વરસ્યો. આજની વાત કરીએ તો રાજ્યમાં સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે.વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના ગોધરા અને શહેરામાં સાડા નવ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે મહીસાગરના વીરપુરમાં નવ ઇંચ વરસાદ વરસ્યો. આજની વાત કરીએ તો રાજ્યમાં સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જુનાગઢના મેદરડામાં ચાર ઇંચ વરસાદ, જૂનાગઢના જ વિસાવદરમાં પોણા ચાર ઇંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો. જ્યારે બનાસકાંઠાના ધાનેરા, મહેસાણાના મહેસાણા સીટી, સાબરકાંઠાના ઈડર અને મોરબીના હળવદમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
1970 બાદ પહેલીવાર ભરૂચમાં પૂરની સ્થિતિ, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છોડીને સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ઉત્તર ગુજરાતને વરસાદે મોટી રાહત આપી છે. જો કે ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે. નર્મદામાં NDRFની બે ટીમ તો પંચમહાલ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરાઈ છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે.
અનેક ટ્રેનો રદ કરાઈ
વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે 18.09.2023 ના રોજ અમદાવાદ ડિવિઝનની નીચેની ટ્રેનોને અસર થઈ છે.
18મી સપ્ટેમ્બર 2023ના રોજ ટ્રેનો સંપૂર્ણપણે રદ, જાણો વિગતો.....
1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
2. ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
3. ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
4. ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
5. ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
6. ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
7. ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
8. ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ
9. ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
10. ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
11. ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
12. ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ
13.ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ