માત્ર 45 મિનિટમાં અમદાવાદના આ વિસ્તારો પાણી પાણી, ફરી મેઘાની ધમાકેદાર એન્ટ્રી
હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: અમદાવાદમાં સમી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે શનિવારે સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના કારણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં એક કલાકમાં ખોખરા, અમરેલી અને હાટકેશ્વર બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. અમદાવાદમાં માત્ર 45 મિનિટમાં પડેલા વરસાદના કારણે લોકોના ઘરો અને ચોકમાં પાણી ફરી વળ્યા છે.
અમદાવાદમાં સમી સાંજે બોપલ, સોલા, પ્રહલાદનગર, સાયન્સ સિટી, ગોતા, થલતેજ, મકરબા, વેજલપુર, બોડકદેવ, હાટકેશ્વર, ઈસનપુર, આંબાવાડી, નવરંગપુરા, બાપુનગર, નરોડા, અમરાઈવાડી, સરસપુર, કાલુપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, નારાણપુરા, મણીનગર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે એટલું જ નહીં, હાટકેશ્વર વિસ્તારમાં ભારે વરસાદને પગલે બેટમાં ફેરવાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ શનિ અને રવિવારે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
બીજી બાજુ હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ સમીસાંજે પડેલા વરસાદના કારણે પૂર્વ વિસ્તારમાં એક કલાકમાં ખોખરા, અમરેલી અને હાટકેશ્વર બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. હાટકેશ્વરથી સીટીએમ રોડ પર પાણી ભરાયા છે. પૂર્વના અમરાઈવાડીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખોખરામાં પણ પાણી ભરાયા છે. કેનાલ નજીક નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની માહિતી સાંપડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી છે, આથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube