આ લિસ્ટ જોઈ લેજો! સવારથી ગુજરાતમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વાપી થયું પાણી-પાણી
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટી થઈ છે. વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ શહેરમાં વહેલી સવારથી પડેલા ધોધમર વરસાદના કારણે વલસાડ શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાય જાવા પામ્યા છે.
Trending Photos
Gujarat Weather Updated: રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને ખાસ ચેતવણી જાહેર કરીને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જેમાં વાપીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો મહુવા અને સંખેડામાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટી થઈ છે. વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ શહેરમાં વહેલી સવારથી પડેલા ધોધમર વરસાદના કારણે વલસાડ શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાય જાવા પામ્યા છે. વલસાડ શહેરને જોડતા મુખ્ય અંદર પાસમાં પાણી ભરાય જવાના કારણે વાહન ચાલકોએ 10થી 15 કિલોમીટરનો ચક્રવો કરવાનો વાળો આવ્યો છે. વલસાડ શહેર અને 40 ગામોને જોડતા અંદર પાસમાં પાણી ભરાવાના કારણે લોકોએ દર વર્ષે મુશ્કેલીનો સામનો કરવાનો વાળો આવ્યો છે. વલસાડ ધરમપુરને જોડતા સ્ટેટ હાઇવે ઉપર પાણી ભરાયા જવા પામ્યા છે. સાથે નેશનલ હાઇવે 48 ને જોડતા મુખ્ય સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વાળો આવ્યો છે. વલસાડ ધરમપુર સ્ટેટ હાઇવે પર દર વર્ષે પાણી ભરાઈ જતા હોય છે તેમ છતાં તંત્રના એક પણ અધિકારી દ્રારા કોઈ પગલાં ન લેવામાં આવતા પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે.
વલસાડ જિલ્લામાં 6 તાલુકામાં મેઘરાજાની ધુઆધાર બેટીંગ થતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા. પારડી તાલુકામાં 40 મિમિ, વલસાડ તાલુકામાં 47 મિમિ, ધરમપુર તાલુકામાં 43 મિમિ, કપરાડા તાલુકામાં 14 મિમિ, ઉમરગામ તાલુકામાં 86 મિમિ અને વાપી તાલુકામાં 58 મિમિ નોધાયો હતો.
ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ
બોટાદ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘ મહેર યથાવત રહી છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઢડાના ઢસા ગામે સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઢસા ગામે પડી રહેલા ધોધમાર વરસાદથી શેરીઓ નદીઓ બની ગઈ છે. ગઢડા શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ઢસા, પાટણા, રસનાળ, જલાલપોર, માલપરા, ગુંદાળા, રણીયાળા, માંડવધાર, કેરાળા, રામપરા, વાવડી, સમઢીયાળા, પીપરડી, મોટી કુંડળ, ઈંગોરાળા, ચિતાપર, લાખણકા, કાપરડી સહિતના ગામોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
ઉમરગામ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ઉમરગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ થયો હતો. વરસાદી માહોલમાં બાળકો યુવકોએ વરસાદની મજા માણી હતી. વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં વલસાડ જિલ્લાના ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે