આશ્કા જાની, અમદાવાદઃ  દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈએ હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી કરી છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આરોપી આશારામ અને તેના પુત્ર નારાયણ સાંઈના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ મંગાવ્યા છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ 2013માં દુષ્કર્મના ગુના હેઠળ આસારામની ધરપકડ કરવામાં આવી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે જલસા કરવા માટે ગોવા જવાની જરૂર નથી, નવા વર્ષથી ગુજરાતમાં જ મળી જશે બધી વ્યવસ્થા! બિયર-દારૂ બધું મળશે!

આસારામના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે જો કોઈ આરોપીએ આઠ વર્ષ જેટલો સમય જેલમાં ભોગવ્યો હોય તો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે તેના આધારે પણ જામીન આપી શકાય. વધુ સુનવણી આગામી 26 મી નવેમ્બરના રોજ હાથ ધરાશે. આસારામ સામે ગાંધીનગર ખાતેથી દુષ્કર્મની ફરિયાદમાં આજે તેણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. જો કે, આસારામની રેપ કેસમાં ગત વર્ષ 2013માં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેની ઉંમર 82 વર્ષ થઈ છે. જેથી તેમના વર્ષના જૂન મહિનાના હેલ્થ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે કોર્ટે તેમના લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે.

હવે અમદાવાદથી ગાંધીનગર પહોંચવામાં લાગશે માત્ર 20 મિનિટ! વોશિંગ્ટન ડીસી જેવા બ્રિજનું અમિત શાહના હસ્તે લોકાર્પણ 

દેશભરમાં ચર્ચાસ્પદ રહેલા રેપ કેસમાં આસારામ છેલ્લા આઠ વર્ષથી જેલમાં છે, જેથી તેના આરોગ્યની બાબતને આધાર માની જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટ સમક્ષ આસારામના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, કોવિડ પછી ઉપરાંત અન્ય કેટલીક બીમારીઓ છે. જેલના સમય દરમિયાનમાં કેટલીક વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આસારામના વકીલ મારફતે એ પણ દલીલ રજુ કરવામાં આવી કે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે જો કોઇ આરોપી આઠ વર્ષ સુધી જેલમાં રહ્યો હોય, તેના આધારે પણ તેને જામીન આપી શકાય. આ મામલે હવે આગામી 26 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube