હવે જલસા કરવા ગોવા જવાની જરૂર નથી, નવા વર્ષથી ગુજરાતમાં શરૂ થશે ક્રૂઝ સેવા, આપણાં ત્યાં જ મળી જશે બધી વ્યવસ્થા!

હરવા-ફરવાના અને મોજ-શોખવાળી પ્રકૃત્તિ ધરાવતા લોકો માટે ખુશખબર છે. હવે તમારે જલસા કરવા માટે ગોવા જવાની જરૂર નહી પડે. ગુજરાતમાં જ બધી વ્યવસ્થા મળી જશે! ગુજરાતમાં ક્રૂઝની મુસાફરીની માણી શકાશે મજા. 5 નવેમ્બરથી ગુજરાતમાં ક્રૂઝ સેવા શરૂ, હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ સર્વિસ શરૂ.

  • હજીરા-ઘોઘા સર્વિસના 7 મહિના પછી મુંબઈ મેડેનની શરૂઆત

  • ક્રૂઝમાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા પણ મળશે

    ક્રૂઝમાં દારૂના શોખીનોને પડી જશે જલસા

    અત્યારથી જ ક્રૂઝમાં જવા માટે ઈન્કવાયરીઓ વધી

Trending Photos

હવે જલસા કરવા ગોવા જવાની જરૂર નથી, નવા વર્ષથી ગુજરાતમાં શરૂ થશે ક્રૂઝ સેવા, આપણાં ત્યાં જ મળી જશે બધી વ્યવસ્થા!

સુરતઃ હરવા-ફરવાના અને મોજ-શોખવાળી પ્રકૃત્તિ ધરાવતા લોકો માટે ખુશખબર છે. હવે તમારે જલસા કરવા માટે ગોવા જવાની જરૂર નહી પડે. ગુજરાતમાં જ બધી વ્યવસ્થા મળી જશે! ગુજરાતમાં ક્રૂઝની મુસાફરીની માણી શકાશે મજા. હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. જેમાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતના લિકર પણ મળશે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ , રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે. મુંબઇ મેડેનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2020થી આ ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલથી કોરોના વધતા બંધ કરાઈ હતી.

સુરત-દીવના VIP લોન્જના 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના 5000 પ્રિમિયમ ડબલ કેબિનના 7000 છે. હજીરા-દીવ-હજીરાનું વિઆઇપી લોન્ચનું 6000, પ્રિમિયમ સિંગલનું 8500, ડબલનું 12,000 છે.

હજીરા પોર્ટથી આ પ્રમાણે શિડ્યુલ રહેશે:
ક્રૂઝ હજીરાથી 18ઃ30 કલાકે ઉપડી છઠ્ઠીએ 8ઃ30 કલાકે દીવ પહોંચશે. 7મીએ 12ઃ00 કલાકે ઉપડી 8મીએ હજીરા 2ઃ00 કલાકે પહોંચાડશે. 14 કલાકની મુસાફરી હશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. હજીરા-હાઇ સી-હજીરા રાતે 22ઃ00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે સવારે 6ઃ00 કલાકે પરત થશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 21ઃ00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6ઃ00 કલાકે ફરી દીવ આવશે.

ડ્રગ્સ સાથે પકડાશે તો પોલીસને હવાલે:
મુંબઈમાં એનસીબીની ક્રૂઝ પર રેઇડ બાદ મુંબઇ મેડેને સૂચના જાહેર કરી છે કે ડ્રગ્સ જેવા પદાર્થ સાથે કોઇ પકડાશે તો ક્રૂઝની સિક્યુરિટી તેને પકડીને પોલીસને હવાલે કરશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ક્રૂઝના ફેરમાં પણ વધારો કરાયો​​​​​​​:
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધતા તેની અસર ક્રૂઝ સર્વિસ પર પણ જોવા મળી રહી છે. પહેલાં હજીરાથી દીવનો ક્રૂઝમાં મુસાફરીનો ચાર્જ 900 રૂપિયા હતા જેને વધારીને 1200 કરી દેવામાં આવ્યો છે. હજીરા-દીવ-સુરતનો ચાર્જ પહેલાં 1700 હતો જેને વધારીને 2400 કરાયો છે. હજીરા-હાઈ સી-હજીરાનો ચાર્જ પહેલાં 900 હતો જેમાં 100 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે દીવ- હાઈ સી- દીવની મુસાફરીનો ચાર્જ પહેલાં 900 હતો તેમાં પણ 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

​​​​​​​

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news