આશ્કા જાની/અમદાવાદ: 1-8-18 નો સરકારનો જે વિવાદિત પરિપત્ર હતો તે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે 33 ટકા અનામત જ મહિલાઓને આપવાનું છે. તે 33 ટકામાં જ એસટી, એસસી, સામાજીક પછાત સહિતની તમામ મહિલાઓનો સમાવેશ કરવાનો છે. સમગ્ર પ્રક્રિયા પુર્ણ કરવા માટે 7 સ્ટેપની માર્ગદર્શીકા પણ સરકારને આપી હતી. આગામી તમામ ભરતી પ્રક્રિયાઓમાં આ સ્ટેપ અનુસાર જ ભરતી કરવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામોલમાં કરોડ રૂપિયા ધીર્યા બાદ વેપારીની આત્મહત્યા, કરિયાણાના વેપારી પાસેથી આટલા પૈસા આવ્યા ક્યાંથી તેની તપાસ !

હાઇકોર્ટે ઉદાહરણ તરીકે સમજાવ્યું કે, જેમાં ઉદાહરણ અપાયું હતું કે, 100 જગ્યા પર ભરતી થવાની હોય તો તેમાં જનરલ કેટેગરીની 17 મહિલા માટે અનામત, 100 બેઠકમાં SC કેટેગરીની 4 મહિલા માટે અનામત, ST કેટેગરી માટે 6 મહિલા અનામત, પછાત વર્ગની 7 મહિલા માટે અનામત રાખવા માટે જણાવ્યું છે. આ ફોર્મ્યુલાથી દરેક ભરતી કરવા માટે નિર્દેશ અપાયા છે. 


ચર્ચના ક્રિશ્ચિયન પાસ્ટરે યુવતીને કહ્યું પ્રભુની કૃપા જોઇએ તારા તમામ કપડા ઉતારી નાખ અને...

હાઇકોર્ટનાં ચુકાદાને દિનેશ બાંભણીયા દ્વારા આવકારવામાં આવ્યો છે. દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, અમારી આ જ માંગ હતી સરકાર પાસે પરંતુ સરકારે અમારી માંગણી સ્વિકારી નહી. અમારે હાઇકોર્ટમાં જવું પડ્યું હતું. જો કે હવે હાઇકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવતા તમામ બાબતો સ્પષ્ટ થઇ ચુકી છે. અમે હાઇકોર્ટનાં ચુકાદાને સ્વિકારીએ છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર