ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટને આખરે બીજા બે નવા જજ મળ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રીજીજુએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. દેવેન દેસાઈ અને મોક્ષા ઠક્કરની હાઇકોર્ટ જજ તરીકે નિમણુંક કરવામાં આવી છે.



અગાઉ ગુજરાત હાઇકોર્ટને પાંચ નવા જજ મળતા હાઇકોર્ટ જજની સંખ્યા 29 પર પહોંચી હતી. પરંતુ હાલમાં બે નવા જજની નિમણૂંક કરાતા હાઇકોર્ટ જજની સંખ્યા 31 પર પહોંચશે.