દારૂની મહેફિલ મામલો: વિસ્મય શાહ સહિત 6 લોકોના વચગાળાના જામીન મંજૂર, પણ આ શરતે
બાલાજી કુટીરમાં દારૂની મહેફિલ માણવા બદલ પકડાયેલા વિસ્મય શાહને આખરે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરાયા છે. વિસ્મય સહિત 6 લોકોના જામીન મંજૂર કરાયા છે. જો કે કોર્ટે અમદાવાદ ન છોડવાની શરતે વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
અમિત રાજપૂત, અમદાવાદ: બાલાજી કુટીરમાં દારૂની મહેફિલ માણવા બદલ પકડાયેલા વિસ્મય શાહને આખરે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરાયા છે. વિસ્મય સહિત 6 લોકોના જામીન મંજૂર કરાયા છે. જો કે કોર્ટે અમદાવાદ ન છોડવાની શરતે વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
BMW કેસનો આરોપી વિસ્મય શાહ દારૂની મહેફીલ માણતો પકડાયો, પત્ની સહિત 6 લોકોની ધરપકડ
અત્રે જણાવવાનું કે ખુબ જ ચર્ચિત અમદાવાદના બીએમડબલ્યુ કેસનો આરોપી વિસ્મય શાહ 26 ડિસેમ્બરના રોજ અડાલજ પાસેના ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતો પકડાયો હતો. આ મહેફીલમાં તેની પત્ની અને અન્ય લોકો પણ સામેલ હતાં. પોલીસે વિસ્મય શાહ, ચિન્મય શાહ અને વિસ્મયની પત્ની સહિત 6 લોકોની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા લોકોમાં બે મહિલા અને ચાર યુવકો સામેલ હતાં.
પકડાયેલા એક વ્યક્તિ ચિન્મય પટેલની પત્ની રશિયન હતી અને તેની પાસે દારૂની પરમિટ હતી આથી તેની સામે કોઈ કાર્યવાહી થઈ નહતી. પકડાયેલા અન્ય લોકોમાં મંથન ગણાત્રા, નિમા બૂચ, ચિન્મય પટેલ, હર્ષિદ મજમુદાર અને વિસ્મયની પત્ની સામેલ હતાં.