આશ્કા જાની/ અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને (Hardik Patel) ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બે દિવસ પહેલા અમદાવાદ સેશન કોર્ટે (Ahmedabad Sessions Court) હાર્દિક પટેલને મોટી રહાત આપી હતી. જેમાં સેશન કોર્ટે હાર્દિકને 15 દિવસ માટે ગુજરાત બહાર જવાની મંજૂરી આપી હતી. જો કે, હાર્દિકે કાયમી ગુજરાત બહાર જવાની મંજૂરી માંગી હતી. જ્યારે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) આજે હાર્દિક પટેલની કાયમી ગુજરાત બહાર જવાની મંજૂરીની મેટરને રિજેક્ટ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજદ્રોહ કેસમાં હાર્દિકને ગુજરાત ન છોડવાની શરતે જામીન મંજૂર કરાયા હતા
અગાઉ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત નહિ છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા. રાજ્ય બહાર જવાની માંગણી સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ (hardik patel) કોર્ટના શરણે ગયા હતા. હાર્દિકે પટેલે રાજ્ય બહાર જવા પરમિશન માંગતી અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે તેવું તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું. પરંતુ કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી હતી.


રાજ્ય સરકારે કર્યો હતો વિરોધ 
રાજ્ય સરકારે હાર્દિક પટેલની અરજી સામે વિરોધ કર્યો હતો. હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો નથી તેવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે.


રાજ્ય સરકારે હાર્દિકની અરજી સામે વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો યોગ્ય નથી. અન્ય રાજ્યની શાંતિની ભંગ થતી હોવાની સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે હાર્દિક પટેલે જામીન શરતોમાં રાહત માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક પટેલે 3 મહિના સુધી ગુજરાત છોડવાની મંજૂરી માંગી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube