ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની 100% સંપૂર્ણ હાજરીના નિર્ણય બાબતે થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી થઈ છે. જેમાં ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરીના મામલે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય જજે નારાજગી દર્શાવી છે. કોર્ટની અંદર ખંડપીઠે સવાલ કર્યો છે કે, 'એક તરફ કોવિડના ડેલ્ટા પ્લસ ઓમીક્રોન વાયરસના કિસ્સા તો મળી જ રહ્યા છે, તો શા માટે જોખમ લઈ રહી છે અને 100% વિદ્યાર્થીઓની હાજરીનો આગ્રહ કરી રહી છે? હાઇકોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, 'શાળામાં વિદ્યાર્થીઓને હાજર રાખવા બાબત વાલીઓ ઉપર છોડવી જોઈએ' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલી રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની 100% સંપૂર્ણ હાજરીના નિર્ણય બાબતે થયેલી જાહેરહિતની અરજી અંગે ખંડપીઠે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે, 6 રાજ્ય એવા છે કે જ્યાં હજુ પણ કોરોના વાયરસના કેસ આવી રહ્યા છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે'


સોશિયલ મીડિયામાં લોભામણી સ્કીમોથી ચેતજો! વેપારીને ઓનલાઈન કાજૂની ખરીદી 14.50 લાખમાં પડી


હાઈકોર્ટંમાં ચીફ જસ્ટીસની ખંડપીઠે ટકોર કરી છે કે 'કોરોના મહામારીની સ્થિતિમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, એટલું જ નહીં, ઓછી હાજરી ધરાવતાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા માટેની હોલ ટિકિટ ઇશ્યુ ન કરવાના કિસ્સા પણ નહીં બને, એ પ્રકારનું એફિડેવિટ રજૂ કરે'. જોકે આ બાબતે આજે વિગતવાર સુનાવણી તો ન થઈ શકી, પરંતુ જ્યારે અરજદારના વકીલ આ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ખંડપીઠે આ ટકોર કરી હતી.


60 કિલોમીટરમાં રહેશે એક જ ટોલ પ્લાઝા, સ્થાનિક લોકોને મળશે પાસ


મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના ભય વચ્ચે શાળાઓમાં 100% હાજરી સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા સામે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube