21મી સદીના જમાનામાં ખાસ ચેતજો! સુરતના વેપારીને ઓનલાઈન કાજૂની ખરીદી 14.50 લાખમાં પડી, અમદાવાદનો મહાઠગ ઝડપાયો

જો કે પોલીસ પૂછપરછમાં એક ચોંકાવનારી વાત બહાર આવી હતી. જેમાં સુધીરનું નામ ખોટું હોવાનું બહાર આવ્યું હતું. તેનું ખરું નામ દિપેશ કિશોરભાઇ મકવાણા હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

21મી સદીના જમાનામાં ખાસ ચેતજો! સુરતના વેપારીને ઓનલાઈન કાજૂની ખરીદી 14.50 લાખમાં પડી, અમદાવાદનો મહાઠગ ઝડપાયો

ચેતન પટેલ/સુરત: 21મી સદીના જમાનામાં હવે જીવનજરૂરી વસ્તુઓ ખરીદવી અને વેચવી ખુબ જ સરળ બની ગયું છે ત્યારે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક લેભાગુ લોકો સક્રિય થયા છે અને લોકોને પોતાની જાળમાં ફસાવી તેમની સાથે છેતરપિંડી કરી રહયા છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ઉપર ડ્રાયફુટ વેચવાની જાહેરાત મુકી ઓર્ડર પેટે એડવાન્સમાં રૂ.14,58,490 મેળવી છેતરપીંડી કરનાર આરોપીને સાઇબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો.

હાલ સોસીયલ મીડિયામાં અનેક લોભામણી સ્કીમો આપી લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી રહી છે. ત્યારે આવી જ એક લોભામણી સ્કીમનો ભોગ સુરતનો યુવાન બન્યો છે. વાત જાણે એમ છે કે એક અજાણ્યા મોબાઈલ નંબર. ૯૯૦૪૮૮૧૮૭૯ ઉપરથી સુધીરભાઇ તરીકેની ખોટી ઓળખાણ આપી આ કામના ફરીયાદીને કાજુ એલ.બલ્યુ.પી. એટલે કાજુના ટુકડા માર્કેટ ભાવ કરતા ઓછા ભાવમાં આપવાની લોભામણી લલચામણી વાતો કરી હતી. જેથી ફરિયાદીએ શરૂઆતના સમયે બે ડબ્બા મંગાવ્યા હતા. 

બાદમાં તેઓએ ટુકડે ટુકડે 354 ડબ્બા 3,540 કીલોનો ઓર્ડર આપ્યો અને તે ઓર્ડર પેટે તેઓએ ટુકડે ટુકડે કુલ રૂ.14,58,490 તેમના રામદેવ ડ્રાયફ્રુટના નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જો કે રૂપિયા મળ્યા બાદ પણ સુધીરે માલ મોકલાવ્યો ન હતો. સુધીર દ્વારા અવારનવાર બહાના કાઢી તેમને કાજુની ડિલિવરી કરતો ન હતો. બાદમાં આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા તેઓએ તપાસ શરૂ કરી હતી.

દરમિયાન સાઈબરક્રાઇમ દ્વારા અમદાવાદથી સુધીરની ધરપકફ કરવામાં આવી હતી. જો કે પોલીસ પૂછપરછમાં એક ચોંકાવનારી વાત બહાર આવી હતી. જેમાં સુધીરનું નામ ખોટું હોવાનું બહાર આવ્યું હતું. તેનું ખરું નામ દિપેશ કિશોરભાઇ મકવાણા હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news