ગાંધીનગર :કોંગ્રેસ પક્ષમાંથી વિખૂટા પડ્યા છતા ધારાસભ્ય પદે ચાલુ રહેવાના ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરના કેસમાં મોટો વળાંક આવ્યો છે.  અલ્પેશનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા કોંગ્રેસે કરેલી અરજી ને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. તેમજ અરજી પર કાર્યવાહી કરવા માટે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને અર્જન્ટ નોટિસ ઈસ્યુ કરી છે. આવતી 27મી જૂને અંતિમ સુનાવણી હાથ ધરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના આ પ્રેમી સામે રોમિયો-જુલિયેટ, હીર-રાંઝાનો પ્રેમ પણ ફિક્કો પડે એમ છે


ઠોકાર સેનાના યુવા નેતા અલ્પેશ ઠાકોરની લાંબા સમયથી કોંગ્રેસ સાથે નારાજગી રહી હતી, જેના બાદ તેમણે 6 એપ્રિલના રોજ કોંગ્રેસમાંથી છેડો ફાડવાની જાહેરાત કરી હતી. તેના બાદ 10 એપ્રિલના રોજ તેમણે કોંગ્રેસને રાજીનામુ મોકલ્યું હતું. પરંતુ ધારાસભ્ય પદે તેઓ યથાવત રહ્યા હતા. ત્યારે કોંગ્રેસે અલ્પેશ ઠાકોર સામે બાંયો ચઢાવી હતી. અલ્પેશ ઠાકોરની સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. ત્યારે અલ્પેશ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. 


સુરતનું ડાયમંડ બુર્સ તૈયાર થવાની અણી પર, બનતા જ તોડશે બુર્જ ખલીફાનો રેકોર્ડ


કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર અનેક વખત મીડિયા સાથે વાતચીત કરતા કહી ચુક્યો છે કે તે ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપે તેમજ રાધનપુરના લોકોની સેવા કરતો રહેશે. પરંતુ બીજી તરફ, અલ્પેશે અનેકવાર બંધબારણે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી છે. તો તેણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી છે, ત્યારે હજી સુધી તેમની ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત થઈ નથી. ]


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :