ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો, શંકાના દાયરામાં આવેલી વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો.
ઝી મીડિયા/બ્યૂરો :ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પર ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો માત્ર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે જ નહિ, પરંતુ ભાજપ પક્ષ અને રૂપાણી સરકાર માટે પણ સૌથી મોટો ઝટકો છે. હાલ, સરકાર જ્યારે કોરોનાની મહામારી અટકાવવામાં અસફળ રહી છે, ત્યારે આ બીજો મોટો ઝટકો ગુજરાત સરકારે મળ્યો છે. તો બીજી તરફ, કોંગ્રેસે આ ચુકાદાથી ખુશી વ્યક્ત કરી છે. વીડિયો કોન્ફરન્સથી હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. 2017માં ધોળકા બેઠક પર થયેલી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતની ચૂંટણી કેન્સલ થઈ છે. આ ચુકાદામાં હાઈકોર્ટનું મહત્વનું અવલોકન એવુ છે કે, દસ્તાવેજી પુરાવાનું મૂલ્યાંકન જરૂરી છે.