• અગાઉ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત નહિ છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા

  • હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી


આશ્કા જાની/અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટે આપી હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. રાજ્ય બહાર જવાની હાર્દિક (hardik patel) ને પરવાનગી આપવામાં આવી છે. રાજકીય કામકાજ અંગે રાજ્યની બહાર જવા હાઈકોર્ટમાં હાર્દિકે મદદ માંગી હતી. રાજકીય કામકાજ અંગે રાજ્યની બહાર જવા હાર્દિકે હાઈકોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી. નીચલી કોર્ટે હાર્દિકની અરજી ફગાવતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : આ જ્યોતિષીઓએ મળીને સોની પરિવારના રૂપિયા ખંખેરી કંગાળ બનાવ્યા, મોત સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો 


રાજદ્રોહ કેસમાં હાર્દિકને ગુજરાત ન છોડવાની શરતે જામીન મંજૂર કરાયા હતા 
અગાઉ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત નહિ છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા. રાજ્ય બહાર જવાની માંગણી સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ (hardik patel) કોર્ટના શરણે ગયા હતા. હાર્દિકે પટેલે રાજ્ય બહાર જવા પરમિશન માંગતી અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે તેવું તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું. પરંતુ કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી હતી.


આ પણ વાંચો : અમદાવાદ : પટેલ દંપતી પ્રખ્યાત રાજકારણીના સંબંધી હોવાથી હત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ   


રાજ્ય સરકારે કર્યો હતો વિરોધ 
રાજ્ય સરકારે હાર્દિક પટેલની અરજી સામે વિરોધ કર્યો હતો. હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો નથી તેવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે.


રાજ્ય સરકારે હાર્દિકની અરજી સામે વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો યોગ્ય નથી. અન્ય રાજ્યની શાંતિની ભંગ થતી હોવાની સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે હાર્દિક પટેલે જામીન શરતોમાં રાહત માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક પટેલે 3 મહિના સુધી ગુજરાત છોડવાની મંજૂરી માંગી હતી. 


આ પણ વાંચો : ઘરનો મોભી નરેન્દ્ર સોનીએ જ બધાને ઝેર ભરેલું પીણું આપ્યું હતું, પછી પૌત્રને લઈને પલંગ પર સૂઈ ગયા હતા