હાઈકોર્ટના જજે દુખી હૃદયે બે હાથ જોડી કહ્યું, બાળકને ગર્ભમાં મારવાની મંજૂરી અમે આપી ન શકીએ
Gujarat Highcourt : ગુજરાત હાઈકોર્ટમાં આજે ન્યાય અને અન્યાયની વાતો વચ્ચે એક ભાવનાત્મક કિસ્સો જોવા મળ્યો હતો, જેના વિશે કહેતા જજ પણ દુખી થઈ ગયા હતા
આશ્કા જાની/અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટમાં એક ભાવનાત્મક કિસ્સો આજે જોવા મળ્યો. ગર્ભસ્થ શિશુના ગર્ભપાત મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ભારે હૈયે દુખ વ્યકત કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટના જજે હાથ જોડી દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, કેટલાક નિર્ણય દુઃખ સાથે લેવા પડે છે. બાળકને મારવાની મંજૂરી અમે આપી ન શકીએ.
8 માસનો ગર્ભ પડાવવા માટે એક દંપતીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં કહેવાયુ હતું કે, માતાના ગર્ભમાં રહેલા શિશુને જેક્સન સિનડ્રોમ છે. તેથી શિશુના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. ત્યારે ગર્ભપાતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટના જજે હાથ જોડી દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, કેટલાક નિર્ણય દુઃખ સાથે લેવા પડે છે. બાળકને મારવાની મંજૂરી અમે આપી ન શકીએ.
આ પણ વાંચો : અમદાવાદમાં થઈ રહી દૂધની ચોરી, પૂર્વ વિસ્તારોમાં બાઈક પર આવતા બે ચોરોનો ખૌફ ફેલાયો
શું છે કાયદો
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભારતમાં ગર્ભપાતના કાયદામાં સંશોધન કરાયુ હતું. જેના બાદ ગર્ભપાત માટેની મુદત 20 સપ્તાહથી વધારીને 24 સપ્તાહ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, કોર્ટની દરેક મહિલાઓને ગર્ભપાતનો અધિકાર છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી એક્ટ હેઠળ 24 અઠવાડિયાની અંદર ગર્ભપાતનો અધિકાર તમામ મહિલાને છે.