અમદાવાદમાં થઈ રહી દૂધની ચોરી, પૂર્વ વિસ્તારોમાં બાઈક પર આવતા બે ચોરોનો ખૌફ ફેલાયો

Shocking News : અમદાવાદના પૂર્વ વિસ્તારના વેપારીઓ રોજ જાગીને ઉજાગરા કરી રહ્યાં છે, પરંતુ બાઈક પર આવતા બે યુવકો તેમની મહેનતનો રૂપિયો ચોરીને જઈ રહ્યાં છે. પૂર્વ વિસ્તારોમાં અનેક દુકાનોમાં દૂધની ચોરી થઈ રહી છે. વેપારીઓ ચોરને જુએ પણ છે, પરંતું છતાં કંઈ કરી શક્તા નથી

અમદાવાદમાં થઈ રહી દૂધની ચોરી, પૂર્વ વિસ્તારોમાં બાઈક પર આવતા બે ચોરોનો ખૌફ ફેલાયો

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોજ અજીબો ગરીબ ઘટના બની રહી છે. ડેરીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારો નરોડા, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારોમાં ડેરીની દુકાન બહારથી દૂધની થેલીઓ ચોરાઈ રહી છે. આ દૂધની ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં બાઈક પર બુકાનીધારી બે લોકો આવે છે અને દૂધના કેરેટની ચોરી કરી ગણતરીના સેકન્ડ્સમાં ફરાર થાય જાય છે. ત્યારે દરરોજ અનેક દુકાનો બહારથી દૂધની થેલીઓની ચોરી થઈ રહી છે અને જેમાં છેલ્લા 3 માસમાં 40 થી પણ વધુ દુકાનો બહારથી દૂધના કેરેટની ચોરી થઈ ચૂકી છે. જેમાં દરરોજ મુજબ એક દુકાનદારને 6 થી 7 હજારનું નુકસાન થઈ રહ્યુ છે, ત્યારે વેપારીઓ પોલીસ પાસેથી ચોર તાત્કાલિક પકડાય તેવી અપેક્ષા રાખી રહ્યાં છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારના વેપારીઓ રોજ જાગીને ઉજાગરા કરી રહ્યાં છે, પરંતુ બાઈક પર આવતા બે યુવકો તેમની મહેનતનો રૂપિયો ચોરીને જઈ રહ્યાં છે. પૂર્વ વિસ્તારોમાં અનેક દુકાનોમાં દૂધની ચોરી થઈ રહી છે. વેપારીઓ ચોરને જુએ પણ છે, પરંતું છતાં કંઈ કરી શક્તા નથી. 

એક મહિલા દુકાનદારે આ વિસ્તારની સમસ્યા વિશે જણાવ્યું કે, અમારા દૂધનો ધંધો છે. સવારે પાંચથી સાડા પાંચ વાગ્યાની આસપાસ દૂધની ગાડી દૂધ મૂકીને જાય છે. તેના બાદ કોઈ આવીને દૂધની ચોરી કરીને જાય છે. દૂધ કોણ લઈ જાય છે એ ખબર નથી. અમારે ત્યાંથી રોજ દૂધની થેલીઓની ચોરી થાય છે. બે યુવકો બાઈક પર આવે છે. રોજ દૂધની થેલીની ચોરી થાય છે. અલગ અલગ વિસ્તારોમાંથી દૂધના કેરેટની ચોરી કરે છે. અમે પાછળ પડ્યા, તો અમને છરી બતાવે છે, દંડા લઈને પાછળ પડે છે. અમને ડરાવે છે. અમે દરેક પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. અમને પોલીસના સાથ સહકારની જરૂર છે.

milk_chori_zee2.jpg

અન્ય 20 વર્ષથી દુકાન ચલાવતા ધીરુભાઈ પટેલ કહે છે કે, નુકસાનીની વાત કરીએ તો દૂધની થેલીઓની ચોરીથી દરેક વેપારીને રોજનું 6 થી 7 હજારનું નુકસાન થાય છે. બાઈક પર તેઓ ચોરી કરવા આવે છે. ચારથી પાંચ ખોખા એકસામટા ઉપાડીને લઈ જાય છે. અમારી પાસે તેમના વીડિયો ફૂટેજ પણ છે. જેમાં તેના મોઢા પર બાંધેલુ દેખાય છે. પલ્સર બાઈક લઈને તેઓ આવે છે, વહેલી સવારે 5.10 વાગ્યાથી 5.45 વાગ્યા સુધી રોજ દૂધની થેલીની ચોરી થાય છે. દરેક દુકાનેથી એકબે ખોખા ઉપાડે છે. દૂધની ચોરીમાં આ વિસ્તારની કોઈ દુકાન બાકી નથી. અમે તેમની પાછળ પડ્યાં છીએ, પણ એ પકડાતા નથી.

milk_chori_zee3.jpg

દુકાનદારોની વાત કરીએ તો, પૂર્વ વિસ્તારોમાં લગભગ 500 આઉટલેટ છે. બાપુનગર, નિકોલ, ઠક્કરબાપા નગર, હીરાવાડી, વસ્ત્રાલ, ઓઢવ, કૃષ્ણનગર, નવા નરોડા, કુબેરનગર, આટલા વિસ્તારોમાં સતત ચોરી થાય છે. નિકોલ વિસ્તારના એક વેપારીએ કહ્યું કે, અમને રોજનું 6 થી 7 હજારનું નુકસાન જાય છે. ચારથી પાંચ કેરેટ એકસામટા ઉંચકીને લઈ જાય છે. સવારે દૂધ મૂકીને જાય એટલે તરત લઈને જતા રહે છે. 

અન્ય એક વેપારીએ કહ્યું કે, અમે દૂધના ચોરોને રોકવા માટે અમે ત્રણ મહિનાથી પાછળ પડ્યા છે. પરંતુ હજી સુધી પકડાયા નથી. અમે બે-ત્રણ વાર અમે તેમને ચોરી કરતા જોયા, પરંતુ તેઓએ છરી બતાવીને અમને ડરાવ્યા. તેમની સામે પડવુ એક-બે લોકોનું કામ નથી. બધા ભેગા થાય તો જ તેઓ પકડાય તેમ છે. અમે પોલીસ પાસે એક જ ઈચ્છા રાખીએ છીએ કે, સાથ સહકાર આપે. અમારી સાથે રહીને ચોરોને પકડે. પેટ્રોલિંગ થાય છે પણ પકડાયા નથી. 

અનેકવાર દુકાનદારની નજર સામે દૂધના કેરેટની ચોરી થઈ રહી છે. ઝડપથી બાઈક પર આવતા બે યુવકો ખેલ પાડીને જતા રહે છે. પલ્સર ગાડી લઈને આવે છે અને નજર ચૂકવીને ચોરી કરીને જતા રહે છે. અન્ય એક બાપુનગર વિસ્તારના એક વેપારીએ કહ્યું કે, બે જણા રોજ બાઈક પર આવે છે, જેટલા હાથમાં આવે એટલા કેરેટ દૂધની થેલી ઉપડીને જતા રહે છે. બંને યુવકો પાતળા બાંધાના છે, અને માથે રૂમાલ બાંધીને આવે છે. દૂધની થેલીઓની ચોરી કરીને જતા રહે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news