લવ જેહાદ કાયદા મામલે હાઈકોર્ટનું કડક વલણ, ગુજરાત સરકારને આપ્યો મોટો ઝટકો
લવ જેહાદ વિરોધી કાયદા (love jihad law) મામલે હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. ફરી એકવાર હાઈકોર્ટે (gujarat highcourt) સરકારને ઝટકો આપ્યો છે. ધર્મ સ્વાતંત્ર્ય સુધારા કાયદામાં કલમ 5 પરનો સ્ટે હટાવવાની માંગ ફગાવવામાં આવી છે. કાયદેસરનું ધર્માંતરણ કરવા માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવાની એડવોકેટ જનરલની રજુઆત હતી. અરજદારના વકીલે સરકારની અરજીનો વિરોધ કર્યો હતો. કાયદામાં લગ્નથી ધર્માંતરણને ગેરકાયદે બનાવવાનો સરકારનો પ્રયાસ કરે છે તેવો આરોપ અરજદારે લગાવ્યો હતો. સરકારની માંગ યોગ્ય ન હોવાની રજૂઆત પણ અરજદારે કરી હતી. જેના પગલે હાઈકોર્ટ કલમ 5 પરનો સ્ટે યથાવત રાખ્યો હતો.
આશ્કા જાની/અમદાવાદ :લવ જેહાદ વિરોધી કાયદા (love jihad law) મામલે હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. ફરી એકવાર હાઈકોર્ટે (gujarat highcourt) સરકારને ઝટકો આપ્યો છે. ધર્મ સ્વાતંત્ર્ય સુધારા કાયદામાં કલમ 5 પરનો સ્ટે હટાવવાની માંગ ફગાવવામાં આવી છે. કાયદેસરનું ધર્માંતરણ કરવા માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવાની એડવોકેટ જનરલની રજુઆત હતી. અરજદારના વકીલે સરકારની અરજીનો વિરોધ કર્યો હતો. કાયદામાં લગ્નથી ધર્માંતરણને ગેરકાયદે બનાવવાનો સરકારનો પ્રયાસ કરે છે તેવો આરોપ અરજદારે લગાવ્યો હતો. સરકારની માંગ યોગ્ય ન હોવાની રજૂઆત પણ અરજદારે કરી હતી. જેના પગલે હાઈકોર્ટ કલમ 5 પરનો સ્ટે યથાવત રાખ્યો હતો.
આ પણ વાંચો : ભાજપના આઈટી સેલના ઈન્ચાર્જ સામે નગ્ન થઈ યુવતી, 30 સેકન્ડમાં થયો એવો ખેલ કે ભેરવાઈ ગયા
મહત્વનું છે કે લવ જેહાદ વિરોધી કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. ગુજરાત ધર્મ સ્વતંત્રતા કાયદાની કલમ 3, 4, 5 અને 6 માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહિ તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું હતુ. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, બળજબરી, દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહિ. આ મામલે રાજ્ય સરકારે કલમ પાંચ પરનો સ્ટે હટાવવા માંગ કરી હતી. જે હાઈકોર્ટે ફગાવી છે.
સુનાવણી મુદ્દે અરજદાર મુજાઈ નફીસે કહ્યું કે, સરકારની માંગને હાઈકોર્ટે ફગાવી છે. ગુજરાત સરકારે (gujarat government) હાઇકોર્ટના હુકમ પર સ્ટેની માંગ કરી હતી. લગ્ન અને ધર્માંતર અલગ અલગ મુદ્દો છે તેવી અરજદારની રજૂઆત હતી. કોર્ટના આદેશથી કોઈપણ વ્યક્તિએ લગ્ન માટે કલેક્ટરની પરવાનગી નહિ લેવી પડે.