ભાજપના આઈટી સેલના ઈન્ચાર્જ સામે નગ્ન થઈ યુવતી, 30 સેકન્ડમાં થયો એવો ખેલ કે ભેરવાઈ ગયા
ગુજરાતમાં સાયબર ક્રાઈમ (cyber crime) વધી રહ્યું છે. તેમાં પણ મોબાઈલ વીડિયો કોલ પર યુવતીઓની માયાજાળના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ (Gujarat BJP) ના IT સેલના ઈન્ચાર્જ સાયબર માફિયાના ચક્રમાં ફસાયા છે. શહેર ભાજપ આઈટી સેલના ઈન્ચાર્જ મનોજ ગેરૈયાને એક વીડિયો કોલ (video call) આવ્યો હતો, જેમાં એક યુવતી નિર્વસ્ત્ર થઈ હતી. ત્યારે સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થતા બાદ યુવતીએ મનોજ ગરૈયાને બ્લેકમેલ (blackmail) કરવાનુ શરૂ કર્યું હતું. જેના બાદ તેમણે રાજકોટ સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં સાયબર ક્રાઈમ (cyber crime) વધી રહ્યું છે. તેમાં પણ મોબાઈલ વીડિયો કોલ પર યુવતીઓની માયાજાળના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ (Gujarat BJP) ના IT સેલના ઈન્ચાર્જ સાયબર માફિયાના ચક્રમાં ફસાયા છે. શહેર ભાજપ આઈટી સેલના ઈન્ચાર્જ મનોજ ગેરૈયાને એક વીડિયો કોલ (video call) આવ્યો હતો, જેમાં એક યુવતી નિર્વસ્ત્ર થઈ હતી. ત્યારે સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થતા બાદ યુવતીએ મનોજ ગરૈયાને બ્લેકમેલ (blackmail) કરવાનુ શરૂ કર્યું હતું. જેના બાદ તેમણે રાજકોટ સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેર ભાજપ (Rajkot BJP) આઇટી સેલના ઇન્ચાર્જ મનોજ ગરૈયાને મંગળવારે રાત્રે ફોન આવ્યો હતો. આ કોલ વીડિયો વોટ્સએપ કોલ હતો. અજાણ્યા નંબર પરથી આવેલો વીડિયો કોલ તેમણે ઉપાડી લીધો હતો. ત્યારે અચાનક જ વીડિયો પર એક યુવતીએ પોતાના કપડા ઉતારવાનુ શરૂ કર્યું હતું. આ ફોન લગભગ 30 સેકન્ડ ચાલ્યો હતો. જેમાં યુવતીએ પોતાના તમામ કપડા ઉતારી નાંખ્યા હતા. આ બાદ ભાજપ (BJP) ના યુવા નેતાએ ફોન કાપી નાંખ્યો હતો.
આ પણ વાંચો : પિતાએ જમીન વેચીને દીકરીનુ સપનુ પૂરુ કર્યું... અને પટેલ પરિવારની મૈત્રી બની દેશની પ્રથમ નાની વયની પાયલોટ
આ વીડિયો કોલ બાદ બ્લેકમેઈલિંગનો સિલસિલો શરૂ કર્યો હતો. યુવતીએ ફોન કરીને પૂછ્યુ હતુ કે, ‘શું તમને મજા આવી?’ આ બાદ સાયબર માફિયા મેદાનમાં આવ્યા હતા. તેમણે મનોજ ગરૈયાને વીડિયો વાયરલ (viral video) કરવાની ધમકી આપીને તેમની પાસેથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. એટલુ જ નહિ, સાયબર માફિયા (cyber mafia) એ મનોજ ગરૈયાના 30 સેકન્ડના વીડિયોમાં પણ ચેડા કર્યા હતા. યુવા નેતા પણ નગ્ન થતા હોય તેવો વીડિયો બનાવ્યો હતો. આ બાદ સાયબર માફિયાઓએ 5 લાખ મોકલવા કહ્યું હતું. 5 લાખ રૂપિયા પેટીએમ અને ગૂગલ પેથી મોકલવાનું ફરમાન કર્યું હતું.
આ હાજ બ્લેકમેઈલરે મનોજ ગેરૈયાના સોશિયલ મીડિયાના મિત્રોનુ લિસ્ટ મોકલ્યું હતું અને વીડિયો આ મામ મિત્રોને મોકલીને બદનામ કરવાની ધમકી આપી હતી. જોકે બુધવારે બપોરે તેમને તેમના સોશિયલ મીડિયા ગ્રૂપના કેટલાક મિત્રોના ફોન આવ્યા હતા અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ન્યૂડ વીડિયો (nude video) આવ્યાની જાણ કરી હતી. આ અંગે સાયબર ક્રાઇમ (cyber fraud) માં જાણ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે