આશ્કા જાની/અમદાવાદ :ભૂજના ઐતિહાસિક (bhuj history) પ્રાગસર તળાવ પર બાંધકામ સામે હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલ મામલે હાઈકોર્ટે (gujarat highcourt) સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ વેધક ટકોર કરતા કહ્યું કે, જો તળાવ સુકાઈ જાય તો એનો અર્થ એવો નથી કે ત્યાં પોલીસ પરેડ કરે. કચ્છ વરસાદી અછતવાળો પ્રદેશ છે, ત્યારે સરકારે ત્યાર જળસંચય થાય એવા પ્રોજેક્ટ વિકસાવવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતમાં મહારાષ્ટ્ર જેવા વરસાદની આગાહી, આવી શકે છે પાણીનું સંકટ 


સ્થાનિકોએ તળાવ પર બાંધકામનો વિરોધ દર્શાવ્યો હતો 
ભુજના પ્રાગસર તળાવ (prashar lake) ના બાંધકામને લઈને વિવાદ થયો છે. તળાવના બાંધકામની મંજૂરીને લઈને ગામલોકોએ વિરોધ નોંધાવ્યો છે. તળાવના કેટલાક ભાગમાં માટીથી પુરાણ કરી દેવાતા લોકોમા રોષની લાગણી ફેલાઈ છે. ભુજ અને આસપાસના જ કેટલાક સ્થાનીકોએ તળાવ, તેના બાંધકામ અને મંજૂરીઓને લઈને તેમનો મત વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તળાવને તળાવ જ રહેવા દો. આ મામલે સ્થાનિકોએ કાયદાકીય લડાઈ લડી હતી. પ્રાગસર તળાવના બાંધકામને લઈને હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી હતી.


આ પણ વાંચો : બનાસકાંઠામાં ગરીબ ખેડૂતના ઘર પર વીજળી પડી, તમામ વીજ ઉપકરણો બળીને ખાક થયા


હાઈકોર્ટે સરકારની ટકોર્યા
હાઈકોર્ટે આ બાંધકામ મામલે નારજગી વ્યક્ત કરતા કહ્યું કે, જો કોઈ તળાવ (સંરક્ષિત-સૂચિત વોટર બોડી) સૂકાઈ જાય તો એનો અર્થ એવો નથી થતો કે ત્યાં પોલીસ વિભાગ દ્વારા પરેડ કરવામાં આવે અથવા તો નગરપાલિકા ત્યાં મટન-મચ્છીના માર્કેટ બનાવે. આજે તળાવ નજીક 25 કે 50 ઝૂંપડાનું દબાણ હશે અને પછી કોઈ મંત્રી આવીને તેને સત્તાવાર 'સ્લમ' જાહેર કરી દેશે. જો આ સૂચિત-સંરક્ષિત વોટર બોડી હોય તો સરકાર રૈન બસેરા કે મટન-મચ્છીના માર્કેટ માટે તેનો ઉપયોગ કરી શકે નહીં અને પોલીસ પરેડ પણ ના જ કરી શકે. પરંતુ જો સૂચિત વોટર બોડી જ ન હોય તો સમગ્ર કેસ બદલાઈ જાય. 


આ પણ વાંચો : ગુરુના ચરણોમાં માતાપિતાએ ધરી દીધુ પોતાનું સંતાન, ગુરુદક્ષિણાનો અનોખો કિસ્સો 


સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, સરકારે (gujarat government) આ જમીનનું સંરક્ષણ કરવું પડે. તમારે એ જમીન વિકસાવી પડે. અ કચ્છ એવો જિલ્લો છે જ્યાં વરસાદ ખૂબ ઓછો થાય છે. ત્યારે આવી સ્થિતિમાં સરકારે કચ્છમાં જળસંચયના કોઈ પ્રોજેક્ટ સાથે સામે આવવું પડે અને આવા તળાવમાં પાણી ભરાય એવી વ્યવસ્થા કરવી પડે. છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર રાજ્યમાં વોટરબોડીઝ સાથે જ આવું જ થઈ રહ્યું છે. આપણા વડવાઓ સમજુ હતા અને એમણે ગામ, જિલ્લા, તાલુકામાં તળાવ હોવા જોઈએ એવો દૂરંદેશીભર્યો વિચાર કર્યો હતો.'