ગુજરાતમાં મહારાષ્ટ્ર જેવા વરસાદની આગાહી, આવી શકે છે પાણીનું સંકટ

ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. ત્યારે વરસાદ (gujarat rain) ને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરાઈ છે. આજથી બે દિવસ રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (heavy rain) ની આગાહી કરાઈ છે. ત્યારે આજે રવિવારનો દિવસે આફતનો વરસાદ આવી શકે છે. 

Updated By: Jul 25, 2021, 08:25 AM IST
ગુજરાતમાં મહારાષ્ટ્ર જેવા વરસાદની આગાહી, આવી શકે છે પાણીનું સંકટ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. ત્યારે વરસાદ (gujarat rain) ને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરાઈ છે. આજથી બે દિવસ રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (heavy rain) ની આગાહી કરાઈ છે. ત્યારે આજે રવિવારનો દિવસે આફતનો વરસાદ આવી શકે છે. 

ક્યાં પડશે વરસાદ?

  • 25 જુલાઈ, રવિવાર

આજે રવિવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર ભારેથી અતિભારે વરસાદની આગાહી. 

  • 26 જુલાઈ, સોમવાર 

આવતીકાલે સોમવારે 26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી.

તો બીજી તરફ, પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ શનિવાર રાતથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જિલ્લાના 7 તાલુકાઓમાં રાત્રિ દરમ્યાન ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પાટણ, સિઘ્ઘપુર, સરસ્વતી, શંખેશ્વર, ચાણસ્મા, હારીજ, રાધનપુરમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ હતી. 

શનિવારે ગોંડલમાં ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને કારણે સમગ્ર ગોંડલ શહેર પાણીપાણી થઈ ગયુ હતું. તેમજ શનિવારે ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ નોંધાયો હતો.