અમદાવાદ :ગુજરાતમા રખડતા ઢોરો અને કતલખાના અંગે હવે હાઈકોર્ટે તંત્ર સામે લાલ આંખ કરી છે. રખડતા ઢોરની અરજી બાદ રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. AMC અને રાજ્ય સરકારને એક્શન ટેકન રિપોર્ટ તૈયાર કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ચાલતા ગેરકાયદે કતલખાના બંધ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. ત્યારે ગેરકાયદે ચાલતા કતલખાના મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે. હાઈકોર્ટે એક્શન લેવા આદેશ કર્યાં છે. આ ઉપરાંત શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ રજૂ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચો : દેવાધિદેવ મહાદેવ પર વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામીનારાયણ સંતે માંગી માફી


ઉલ્લેનીય છે કે, ગુજરાતમાં બેધડક ચાલતા કતલખાના પર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 12 જેટલા કતલખાનાને લાયસન્સ અપાયું છે. છતાં એક આંકડા મુજબ, લગભગ 354 જેટલા કતલખાના ધમધમે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકાર ગેરકાયદેસર કતલખાના સામે કાર્યવાહી કરતી ન હોવાનો અરજીમાં અરજદારે દાવો કર્યો હતો. 


આ પણ વાંચો : ‘તારક મહેતા’ના કલાકારોની ગુજરાતમાં ધમાલ, ટપ્પુ અને સોઢીને જોવા ઉમટી પડ્યા લોકો  


વી.એસ. હોસ્પિટલના બિલ્ડીંગ તોડવા અંગે સુનાવણી 
તો બીજી તરફ, વી.એસ. હોસ્પિટલના બિલ્ડીંગ તોડી પાડવા અંગેના ટેન્ડરને હાઈકોર્ટમાં પડકારાયો છે. હાઇકોર્ટે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સવાલ કર્યો કે, હયાત હોસ્પિટલ બિલ્ડીંગ તોડી પાડવાના નિર્ણયનું કારણ શું છે? ત્યારે કોર્પોરેશને જવાબ આપ્યો કે, હોસ્પિટલ બિલ્ડીંગ ઘણા જુના અને બિસ્માર તેમજ જૂની હાલતમાં છે માટે બિલ્ડીંગ તોડવા જરૂરી છે.. તો તેની સામે કોર્ટે પૂછ્યું કે, હોસ્પિટલ બિલ્ડીંગ તોડ્યા બાદ ત્યાં શું કરવાનું આયોજન છે? તો કોર્પોરેશનના વકીલે કોર્ટમાં સ્વીકાર્યું કે હાલ આ મુદ્દે તેમની પાસે કોઈ સૂચના નથી. કોર્પોરેશનના વકીલે કોર્ટ પાસેથી એક અઠવાડિયાનો સમય માંગ્યો છે. હાઇકોર્ટે પૂછ્યું કે, શું એક અઠવાડિયા સુધી કોઈ ડિમોલિશન નથી કરવાના એવી ખાતરી આપો છો? આ પર કોર્પોરેશનના વકીલે સૂચના મેળવવા માટે સમયની માંગણી કરતા કોર્ટે કેસની આગામી સુનાવણી ગુરુવાર પર થશે.