Gujarat Government : ગુજરાત હાઈકોર્ટના એક આદેશથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મોટો ઝટકો લાગ્યો છે. મુન્દ્ર પોર્ટ પાસે સરકાર દ્વારા અદાણીને ફાળવવામા આવેલી 108 હેક્ટર જમીનને ગામ લોકોને પરત સોંપવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયો છે. હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, ગૌચર જમીનની માલિકી સરકારની નહીં પ્રજાની, અદાણીને આપેલી જમીન પરત કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર મામલો
વર્ષ 2005 માં સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને મુન્દ્રા પોર્ટને નવીનાળ ગામની આશરે 276 એકર જેટલી જમીન સરકારે આપી હતી. આ બાદ વર્ષ 2011 માં મુન્દ્રાના નવીનાળ ગામના 12 લોકોએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. અદાણીને જે જમીન સોંપાઈ હતી, તે ગૌચરની હતી. તેથી ગૌચરની જમીન પરત લેવા માટે અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.  


અરજદારોએ માંગી હતી ગૌચરની જમીન
અરજદારોએ પોતાની રજૂઆતમાં કહ્યું હતું કે, મુન્દ્રા પોર્ટને નવીનાળ ગામની આશરે 276 એકર જેટલી જમીન સરકારે આપી હતી. જ્યારે ગામના પ્રાણીઓને જોતા 310 એકર ગૌચર જમીનની જરૂર છે. ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સરકારે જણાવ્યું હતું કે, સમયાંતરે નવીનાળ ગામમાં 700થી વધુ પ્રાણીઓ છે. કુલ 129 હેક્ટર જેટલી જમીન ગ્રામવાસીઓને મળી શકે તેમ છે. જે સંદર્ભે કોર્ટે રેવન્યૂ વિભાગના સેક્રેટરી અને કલેક્ટર સહિતની એફિડેવિટ માગી હતી. એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, આ 129 હેક્ટર જમીનમાં જંગલની જમીન નહીં હોય. કોર્ટે નોંધ્યું હતું કે, ગૌચરની જમીન એ લોકોના ઉપયોગની જમીન છે.


ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની એન્ટ્રી : આજે એવુ કરશે કે ભાજપના પેટમાં તેલ રેડાશે


સરકાર ફરી ગઈ હતી 
આ બાદ આ કેસમા અનેક વળાંક આવ્યા હતા. સુનાવણીમાં સરકારે કોર્ટમાં બાંહેધરી આપી હતી કે, ગામ લોકો માટે ગૌચરના જમીનની વ્યવસ્થા કરાશે. પરંતું બાદમાં સરકાર ફરી ગઈ હતી. સુપ્રિમ કોર્ટમાં પીટિશન દાખલ કરીને કહ્યું હતું કે, જમીન આપી શકાય તેમ નથી. જોકે, આ કેસમાં સુપ્રીમ તરફથી એવુ કહી દેવાયું હતું કે, હાઈકોર્ટ નિર્ણય લેશે. 


હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
હાઈકોર્ટે ચુકાદો આપતા સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે, મીન કાગળ પર નહીં પરંતુ ખરેખર આપવામાં આવે તેવા પગલાં લો. ગામની અંદર ગૌચર જમીન આપવાની હોય તો અદાણીને આપેલ જમીન પાછી લો. 


દુનિયામાં પહેલીવાર કોઈ રોબોટે કરી આત્મહત્યા, માણસ કરતા પણ બદતર હતું જીવન