સગીરાને અડપલા કરનાર ભાજપના ધારાસભ્યની મુશ્કેલી વધી, ગમે તે સમયે થઈ શકે છે ધરપકડ
BJP MLA Gajendrasinh Parmar : પૂર્વમંત્રી ગજેન્દ્ર સિંહ પરમારને ગુજરાત હાઇકોર્ટે આપ્યો ઝટકો,,, હાઈકોર્ટે ગજેન્દ્ર સિંહ પરમારની આગોતરા જામીન અરજી ફગાવી,,, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાથી જામીન ન આપ્યા,,, રાજસ્થાન પોલીસ ગમે તે સમયે કરી શકે છે ગજેન્દ્ર સિંહની ધરપકડ...
Gujarat Highcourt : ભાજપ સરકારના પૂર્વ મંત્રી ગજેન્દ્ર સિંહ પરમારની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત હાઇકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારને મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી ફગાવી છે. હાઈકોર્ટે કહ્યું કે, સગીરાને અડપલા કરવાના કેસમાં ગુનાની ગંભીરતાને જોતા આરોપીને જામીન ન આપી શકાય.
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ શારિરીક શોષણનો ગંભીર આરોપ મુકનાર મુકનાર મહિલા દ્વારા તેમના વિરૂદ્વ સિરોહી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહને રાહત ના આપી. ત્યારે હવે રાજસ્થાન પોલીસ ગમે તે સમયે ગજેન્દ્રસિંહની ધરપકડ કરી શકે છે. ગજેન્દ્રસિંહ સામે પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. ધરપકડથી બચવા ગજેન્દ્રસિંહ પરમારે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે.
સાહસ તો ગુજરાતીઓના લોહીમાં છે, તે આ 7 ગુજ્જુએ સાબિત કરી બતાવ્યું
મહિલાએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી
ગુજરાતમાં કાર્યવાહી ન થતાં આ મહિલાએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, ઓગસ્ટ ૨૦૨૦માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઇ રહી હતી, ત્યારે આબુ રોડ પર આવતા તેણે મહિલા સાથે આવેલી તેની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી અને આ બાબતે અરજી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે સિરોહી પોલીસે કોઇ પગલા ન ભરતા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા અને છેવટે કોર્ટના હુકમના આધારે ગજેન્દ્ર પરમાર અને ધમકી આપનાર મહેશ પટેલ વિરૂદ્વ ગુનો નોંધવાનો આદેશ કરતા ફરિયાદ નોંધાઇ છે. ગજેન્દ્રસિંહ પરમાર હાલમાં પ્રાંતિજનો ધારાસભ્ય અને એક સમયના પૂર્વમંત્રી છે.
હીટવેવ સામે અમદાવાદનો મેગા એક્શન પ્લાન, વધતી ગરમીને લઈને લેવાયો આ નિર્ણય
મહિલા દીકરીને લઈને કારમાંથી ઉતરી ગઈ હતી
આ દરમિયાન આબુરોડમાં મહિલા કારમાંથી નીચે ઉતરતાં આ સમયે સગીર દીકરી સાથે ગજેન્દ્ર સિંહ પરમારે છેડતી કરતાં તે ગભરાઈને બહાર નીકળી ગઈ હતી. જે સમયે બબાલ થતાં તેઓ અમદાવાદ રિટર્ન આવી ગયા હતા. આ અંગે સિરોહી પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા વિરૂદ્વ અરજી કરવામાં આવી હતી. પંરતુ, પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. આ દરમિયાન સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન અને સાબર ડેરીના પૂર્વ ચેરમેન મહેશ પટેલે મહિલાના ઘરે આવીને મારી નાખવાની ધમકી આપી હતી. જેઓ સામે પણ સગીર દીકરી સાથે છેડછાડના ગંભીર આરોપો છે. આ કેસમાં ગંભીર કલમો અંતર્ગત પોલીસ કાર્યવાહી કરી રહી છે.
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત યથાવત, હવે ગાંધી પરિવાર પાસે માત્ર આ રસ્તો રહ્યો