Jitu Vadhani News : ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપના ઉમેદવાર રાજુ સોલંકીએ ભાજપને સમર્થન આપ્યાના પેમ્પલેટ વાયરલ થયા હતા. ત્યારે આ મુદ્દાને લઈને રાજુ સોલંકીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે આપના ઉમેદવાર રાજૂ સોલંકીની અરજી પર હાઈકોર્ટનું સમન્સ મોકલ્યું છે. 21 એપ્રિલે ધારાસભ્ય જીતુ વાઘાણીને હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. ચુંટણી દરમિયાન ખોટી પત્રિકાઓ વહેંચવા મામલે આ સમન્સ મોકલાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બન્યું હતું
ગત ડિસેમ્બર 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પર પોસ્ટરોનું વિતરણ થયું હતું. આપ નેતા રાજુ સોલંકીએ ભાજપને સમર્થન આપ્યાના પોસ્ટર વાયરલ થયા બાદ રજૂ સોલંકીએ ગુજરાત વિધાનસભામાં અરજી કરી હતી. 


Tea Post ના નામે મહાઠગ કિરણ પટેલ આ અમદાવાદીને પણ છેતરી ગયો


હાઈકોર્ટે મોકલ્યું સમન્સ
આ તરફ આપ નેતા રાજુ સોલંકીએ પોસ્ટર વાયરલ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ દરમિયાન હવે રાજૂ સોલંકીની અરજી વચ્ચે હવે ગુજરાત હાઇકોર્ટે ભાજપ નેતા જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે. મહત્વનું છે કે, આ મામલે હવે 21 એપ્રિલના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી ટાણે આવા પોસ્ટર વાયરલ થયા બાદ મામલો ગરમાયો હતો. 


રંગીન મિજાજી ગુજરાતીઓ વારંવાર કેમ થાઈલેન્ડ જાય છે, ત્યાંની ગલીઓમાં એવું તો શું છે?