Tea Post ના નામે મહાઠગ કિરણ પટેલ આ અમદાવાદીને પણ છેતરી ગયો

Fake PMO Officer Kiran Patel : કિરણ પટેલે ટી પોસ્ટ કંપનીમાં ભાગીદાર હોવાનો લોકો સામે જુઠ્ઠો દાવો કરતો હોવાનું સામે આવ્યું...જો કે ટી પોસ્ટના ફાઉન્ડરે કિરણ પટેલના દાવાને ફગાવી નાખ્યો... ટી પોસ્ટના ફાઉન્ડરે કહ્યું ઠગબાજ કિરણ સાથે મે કોઈ પણ આર્થિક લેણ-દેણ કરી નથી..

Tea Post ના નામે મહાઠગ કિરણ પટેલ આ અમદાવાદીને પણ છેતરી ગયો

Fake PMO Officer Kiran Patel આશ્કા જાની/અમદાવાદ : ઠગબાજ કિરણ પટેલના કૌભાંડો ખૂલતા તે મોટો માસ્ટર માઈન્ડ હોવાનું ખૂલ્યું છે. એક નહિ, ઢગલાબંધ કૌભાડો તેણે કરેલા છે. ત્યારે મહાઠગ કિરણ પટેલ અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે. અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર આવેલ ટી પોસ્ટ કિરણ પટેલનો બેસવાનો અડ્ડો હતો. ત્યારે ટી પોસ્ટના ફાઉન્ડર દર્શનભાઈએ જણાવ્યું કે, તે અહી ભાગીદાર નથી. 

કૌભાંડી કિરણ પટેલના કેસમાં વધુ કેસ માહિતી સામે આવી છે. કૌભાંડી કિરણ પટેલ સિંધુ ભવન રોડ પર આવેલા ટી પોસ્ટ પર બેઠક હતી, તેવો દાવો કેટલાક પીડિતો કરી રહ્યાં છે. ત્યારે ટી પોસ્ટના ફાઉન્ડર દર્શન ભાઈએ ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં અનેક ખુલાસા કર્યાં. તેમણે કહ્યું કે, અનેક લોકો સાથે કિરણ પટેલ ટી પોસ્ટ પર આવતો હતો જેમાં અધિકારીઓ તેને મળવા આવતા અને બેસતા હતા. કિરણ પટેલે દર્શન ભાઈને પણ તેને pmo માં કામ કરૂં છું તેવી ઓળખ આપી હતી. 

આવામાં કિરણ પટેલે ટી પોસ્ટ કંપનીમાં ભાગીદાર હોવાનો પણ લોકો સામે દાવો કરતો હતો. જો કે આ વાતને ટી પોસ્ટના ફાઉન્ડરે નકારી દીધી હતી. તેમણે કહ્યું કે, મારી સાથે મારી બેઠો હોય માટે મારા સ્ટાફને લાગતું કે મારો મિત્ર છે માટે તેને સારી સવલત અહીં આપતા હતા. મારા તેની સાથે કોઈ અંગત સબંધ ન હતા. હું કિરણ પટેલના પરિવારને પણ મળેલો છું. કિરણ પટેલે મારી પાસે પણ નાણાંકીય મદદ માટે વાત કરી પણ મેં કઈ વ્યવહાર કર્યા નહિ તેની સાથે. એક મકાનના કેસમ મને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. કિરણ પટેલને ટી પોસ્ટના ખોટા નામથી ઓળખ આપવાને લઈ મેં રોક્યો, ત્યારથી તે અહીં આવ્યો નથી. 1 વર્ષ જેટલો અંદાજે સમય થઇ ગયો છે અહીં આવ્યા ને. અહીં એક ગ્રાહક તરીકે જ આવતા હતો, કિરણ પટેલ અને કોઈ ઇવેન્ટ પણ તેને અહીં કરી નથી. મને વિડીઓ અને મેસેજ મોકલતો રહેતો હતો પણ હું કઈ ધ્યાન આપતો નહિ

તેઓએ કહ્યું કે, મારી છેલ્લા કિરણ પટેલ સાથે વાતચીત કાશ્મીર જતા પહેલા થઈ હતી, જેમાં કિરણ પટેલે મને કાશ્મીર સાથે આવવા માટે આમંત્રણ આપ્યું હતું પણ મેં ન કહી દીધું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news