Gujarat Vidhansabha : ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે વિધાનસભા ગૃહમાં બિન-સરકારી સંકલ્પ આધારે બીબીસી દ્વારા બનાવવામાં આવેલી ગોધરાકાંડ ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવવામાં આવેલા મનઘડંત તારણો સામે ગૃહ દ્વારા કેન્દ્ર સરકારને બીબીસી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. બીબીસીની ડોક્યુમેન્ટરી બાબતે ગૃહમાં ધારાસભ્ય મનીષા વકીલ, અમિત ઠાકર, ધવલસિંહ ઝાલા, હર્ષ સંધવીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. બિન સરકારી સંકલ્પ વગર વિરોધે હાઉસમાં હાજર તમામ સભ્યોના મતથી પસાર થયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીબીસી દ્વારા તૈયાર કરાયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મની ભારોભાર ટીકા કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બીબીસી દ્વારા તૈયાર કરાયેલી 'ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન' ડોક્યુમેન્ટરી ફિલ્મએ 135 કરોડ ભારતીયોના વિરોધમાં પ્રચારની ટૂલકીટ છે. આથી કડકમાં કડક કાર્યવાહી કરવા કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો. લોકનેતાને બદનામ કરવા માટે બનાવાયેલી આ ફિલ્મ વિરુદ્ધ લવાયેલા સંકલ્પને વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યઓએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. એટલું જ નહીં સ્ટેન્ડિંગ ઓવેશન બાદ ગૃહમાં મોદી મોદીના નારા પણ લાગ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીબીસીની ડોક્યુમેન્ટ્રી પર બિન સરકારી સંકલ્પ પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ્રી પીએમ મોદીના વિરોધમાં નહિ, પણ ૧૩૫ કરોડ લોકોના વિરોધમાં છે. સભાગૃહમાં પીએમ મોદી જેવા વ્યક્તિએ ઐતિહાસિક નિર્ણય કર્યા હતા. નાનપણથી જ એમના મનમા દેશભક્તિ હતી. ટ્રેનમા દેશના સૈનિકો દેખાય તો ચા આપતા હતા. ગામની સમસ્યા હોય તો લોકોને મદદગાર થતા હતા. સમાજ સેવા માટે ઘરનો ત્યાગ કરી દેશમાં પ્રવાસ શરૂ કર્યો હતો. મોરબી મચ્છુ ડેમની દૂર્ઘટનાનું પ્રથમ બ્રેકિંગ બીબીસી ચેનલે કર્યું હતું. પીએમ મોદી રાજકીય પક્ષ સાથે ન હતા ત્યારે તેઓ મોરબીમાં બચાવ કાર્યમા હતાં. કારગીલ યુદ્ધ સમયે સૈનિકોને મદદ કરવા માટે મોદી પોહોંચ્યા હતા ત્યારે તેઓ હિમાચલમા સંગઠનનું કામ કરતા હતા.


તેઓએ વધુમાં કહ્યું કે, બીબીસી ડોક્યુમેન્ટ્રી જે લોકો નરેન્દ્રભાઈને સમજ્યા નહી હોય તેમના માટે હશે. ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૪મા એકના એક આરોપ લગાવતા ગયા. પણ પીએમ મોદી કામ કરતા ગયા. આ બાદ મોદી મોદીના નારા આખા દેશમાં લાગ્યા હતા. નરેન્દ્ર મોદીને પીએમ પદના દાવેદાર જાહેર કર્યા અને ઐતિહાસિક જીત ભાજપની થઈ. ૨૦ વર્ષથી એક જ વ્યક્તિ સામે ષડયંત્ર ચાલે છે. દેશના નાગરિકોએ તેમને પીએમ બનાવ્યા છે. ન્યૂઝના નામે મારા દેશના લોકોએ જેમને પીએમ બનાવ્યા છે તેમને બદનામ કરવાનો કાર્યો રચ્યો છે. તિસ્તા સેતલવાડ અમુક સમાજની મસિહા બની રહી હતી અને સામાજીક ઉન્નતિના નામે ગેરકાયદેસર વ્યવહારો કર્યા હતા. આવી બાબતો ડોક્યુમેન્ટ્રીમાં ન બતાવાઈ.  


વિધાનસભા ગૃહમાં બીબીસીની ડોક્યુમેન્ટ્રી પર બિન સરકારી સંકલ્પ સર્વાનુમતે પારીત થયો હતો. વિપક્ષની ગેરહાજરી વચ્ચે સંકલ્પ સર્વાનુમતે પારીત કરાયો હતો.


તો સાથે જ ગૃહમાં અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ બદલવાની પણ ચર્ચા ઉઠી. ત્યારે હર્ષ સંઘવીએ ગૃહમાં એમ પણ કહ્યું કે, સાચું સાંભળવાથી એ લોકો બચી રહ્યા છે. મા અંબાનો પ્રસાદ સાચો પુરવાર થાય છે. સાચું સાંભળવું પડે એટલે પ્રસાદનો મુદ્દો ઉઠાવ્યો. મા અંબાના પ્રસાદ પર રાજનીતિ ક્યારેય ન કરી શકાય. તો બીજી તરફ, અંબાજી મોહનથાળ પ્રસાદ વિવાદનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો હતું,. અંબાજી કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં નોટિસ વગર મુદ્દો ઉઠાવતા અધ્યક્ષ અકળાયા હતા. કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવતા એક દિવસ માટે સસ્પેન્ડ થયા હતા.