Property News : અનેક લોકો માટે સોસાયટીનો વહીવટ એટલે માથાનો દુખાવો. અડધોઅડધ સોસાયટીના વહીવટમાં લોચા હોય છે. સોસાયટીા પ્રમુખ અને કમિટી મેમ્બર્સ પોતાની મનમાની કરતા રહે છે. આવામાં ગુજરાતની સહકારી મંડળીઓના સુધારા વિધેયકમાં નવી જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે નિયમો બદલવામાં આવ્યા છે. નવા બદલાવ મુજબ હવે સોસાયટીમાં ટ્રાન્સફર ફી નિયત કરવા પ્રમુખ કમિટીની મનમાની નહિ ચાલે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના સહકાર મંત્રીએ સહકારી મંડળીઓ અધિનિયમ 1960 માં સુધારા કરતું વિધેયક ગુજરાત વિધાનસભામાં પાસ કરાવ્યુ હતું. જેમાં જૂના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 


ગુજરાતમાં જર્જરિત મકાનોમાં રહેતા લોકો ચેતી જજો, રિડેવલપમેન્ટ માટે આવી મોટી ખબર


શું બદલાવ આવ્યો


- હવે સોસાયટીમાં ટ્રાન્સફર ફી નિયત કરવા પ્રમુખ કમિટીની મનમાની નહિ ચાલે.
- અધિનિયમ કલમ-6 અને 8 મુજબ સહકારી મંડળીઓની નોઁધણી માટે 10 વ્યક્તિઓની નોંધણી ફોર્મમાં સહી કરવી હતી. પરંતું હવે 8 વ્યક્તિઓની સહીથી પણ રિજસ્ટ્રેશન થઈ જશે.
- હવે સરકાર જે સત્તાધિકારી નક્કી કરે તે ડૂબત લેણા ફંડના વપરાશ માટે મંજૂરી આપી શકશે. 


માર્ચમાં એવો પવન ફૂંકાશે કે ગુજરાતમાં અંધારપટ છવાશે : અંબાલાલ પટેલની ભયાનક આગાહી


રાજ્યભરમાં દર વર્ષે 1500 સોસાયટીઓની નોંધણી થાય છે. જેમાં સભાસદને મકાન વેચવાનું હોય ત્યારે ટ્રાન્સફરી ફી ભરવી પડે છે. પરંતું જોગવાઈ ન હોવાથી સોસાયટીના લોકોને મજબૂર કરીને મનફાવે તેમ ફી ઉઘરાવાતી હોય છે. ત્યારે આ મામલે સોસાયટીના પ્રમુખ કે કમિટી મનમાની નહિ કરી શકે. તેઓ પોતાની મરજીથી ટ્રાન્સફરી ફી નક્કી નહિ કરી શકે. 


આ સાથે જ રાજ્યમાં ફડચા હેઠળની સહકારી બેંકો તથા ફડચા મંડળીઓમાં વિવિધ પ્રકારના કોર્ટ કેસ થયા છે. ફડચા હેઠળની મંડળીઓમાં કેટલાક કાયદાકીય પ્રશ્નો અને સમયસર વસૂલાત ન થવાને કારણએ સંસ્થાઓની ફડતાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાતી નથી. આ સંજોગોમાં 10 વર્ષ પછી સરકાર મુદ વધારી આપે તેવી જોગવાઈ કરવામાં આવી છે. 


દેશના પાવરફુલ 100 ભારતીયોમાં 13 ગુજરાતીઓ, એક ગુજ્જુએ લોકપ્રિયતામાં કોહલીને પછાડ્યો