ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના IAS બેડામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના IAS અધિકારી કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. લાંબી તપાસ બાદ આખરે કે. રાજેશની CBIની ટીમે ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, IAS અધિકારી કે.રાજેશ પર કલેક્ટર પદેથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના IAS અધિકારી કે.રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે. સામાન્ય વહિવટ વિભાગમાં સંયુકત સચિવ છે. પરંતુ હાલ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.


આભ ફાટ્યું! ડભોઈમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ, સુરત-નવસારી જતા પહેલા વાંચી લેજો આ સમાચાર



મહત્વનું છે કે, IAS અધિકારી કે.રાજેશની પુછપરછ માટે તેમને CBIની ઓફિસો બોલાવ્યા હતા. પરંતુ કે.રાજેશ તપાસમાં સહકાર નહિ આપતા CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે.


ગુજરાત રમખાણ: પૂર્વ IPS સંજીવ ભટ્ટના 20 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર, કોર્ટ ગાદલું આપવા સહમત


મે મહિનામાં સીબીઆઈએ ગુજરાત અને અન્ય સ્થળોએ તેની સાથે જોડાયેલા સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું


IAS ઓફિસર સામેના આરોપો


IAS (ગુજરાત કેડર 2011)
- કે રાજેશે કથિત રીતે લાંચ સ્વીકારી હતી
- શસ્ત્ર લાઇસન્સ ઈસ્યૂ કરવા માટે
- અયોગ્ય લાભાર્થીઓને સરકારી જમીન આપવા માટે
- ગેરકાયદેસર/અધિક્રમણવાળી જમીન ગેરકાયદેસર લાભાર્થીઓને નિયમિત કરવા માટે
- અન્ય લોકો સાથે મિલીભગતથી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વન વિભાગની મંજુરી વિના સૌર ઊર્જા ઉત્પાદન માટે આરક્ષિત જંગલની જમીન ભાડે આપી


કે રાજેશે 271 જેટલા શસ્ત્ર લાયસન્સ ઈસ્યૂ કર્યા હતા, જેમાંથી 39 SP દ્વારા નકારાત્મક ભલામણો છતાં ઈસ્યૂ કરવામાં આવ્યા હતા, જે લાંચ ચૂકવવામાં આવી હોવાના ફરિયાદીઓના આક્ષેપો થયા છે.



કોણ છે IAS રાજેશ કાંકીપતિ?
તમને જણાવી દઈએ કે સીબીઆઈના દરોડાનો સામનો કરી રહેલા આઈએએસ અધિકારીઓ મૂળ આંધ્રપ્રદેશના છે. ગુજરાત કેડરમાં 2011 IAS અધિકારીઓ છે. હાલમાં તેઓ સામાન્ય વહીવટ વિભાગના એનઆરઆઈ અને એઆરટી વિભાગના સંયુક્ત સચિવ છે.


કે. રાજેશે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં B.Tech કર્યું છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2010 માં 103 રેન્ક હાંસલ કર્યો. 2013 માં જૂનાગઢમાં મદદનીશ કલેક્ટર તરીકે સેવા આપી. પછી સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર, સુરતમાં જ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કર્યું. તેઓ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube