ગુજરાત રમખાણ: પૂર્વ IPS સંજીવ ભટ્ટના 20 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર, કોર્ટ ગાદલું આપવા સહમત

સરકારી વકીલે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે બચાવ પક્ષના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સંજીવ ભટ્ટને કમરમાં તકલીફ હોવાના કારણે પોલીસ કસ્ટડીમાં ગાદલું આપવામાં આવે. નામદાર કોર્ટે બચાવ પક્ષની દલીલને ગ્રાહ્ય રાખી હતી.

ગુજરાત રમખાણ: પૂર્વ IPS સંજીવ ભટ્ટના 20 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર, કોર્ટ ગાદલું આપવા સહમત

અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત રમખાણોના કેસમાં મંગળવારે અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. આજે IPS સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટ સાથે પાલનપુર જેલમાંથી અમદાવાદ ઘી કાંટા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. છેલ્લે અમદાવાદ કોર્ટમાં સુનાવણીના અંતે સંજીવ ભટ્ટના 20 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

અમદાવાદ કોર્ટમાં સુનાવણીના અંતે સંજીવ ભટ્ટને 20 જુલાઈના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. સરકારી વકીલે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે બચાવ પક્ષના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સંજીવ ભટ્ટને કમરમાં તકલીફ હોવાના કારણે પોલીસ કસ્ટડીમાં ગાદલું આપવામાં આવે. નામદાર કોર્ટે બચાવ પક્ષની દલીલને ગ્રાહ્ય રાખી હતી.

સંજીવ ભટ્ટ પોતાના ભાઈને ગળે મળતા કોર્ટે ટપાર્યા
સંજીવ ભટ્ટ કોર્ટ રૂમમાં પોતાના ભાઈને ગળે મળતા કોર્ટે ટકોર કરતા કહ્યું કે, આ કોર્ટ છે, સંજીવ ભટ્ટ આરોપી છે, તેમને કહો કે આરોપીની જેમ વર્તે, આ એમનું ઘર નથી, જ્યારે તેઓ ઘરે જાય ત્યારે ગળે મળે. આ તમારું ઘર નથી કોર્ટ રૂમ છે, ગળે મળવું હોય તો ઘરે જાવ ત્યારે મળવાનું, જેથી કેસ ઢીલો ન પડે તની બીકે બચાવ પક્ષના વકીલે હાથ જોડીને કોર્ટ સમક્ષ માફી માંગી હતી.

પૂર્વ IPS સંજીવ ભટ્ટ તરફથી આનંદ યાજ્ઞિકે દલીલ કરી હતી કે, આ કેસ ડોક્યુમેન્ટ ખોટા ઉભા કર્યા એનો છે. અમારો અસલી સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં જ છે. માત્ર સહિની જરૂર હોય છે તો જેલમાં જઇને લઈ શકાય છે. તો રિમાન્ડની કોઈ જરૂર રહેતી નથી. 28મીએ ચમનપુરાનાં ગુલબર્ગમાં 67 લોકોના મોત થયા. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તપાસ થઈ, ચાર્જશીટ થઈ. તે વખતે ડીસીપી ક્રાઇમ તપાસ કરતી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ એસ.આઈ.ટી.ની રચના થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કીધું કે જમેન્ટ આવી ગયું છે. સુપ્રીમ કોર્ટ જો જજમેન્ટ આપી દીધું હોય, તો આપણા કોઈની જરૂર નથી. માટે મારી આપ નામદાર કોર્ટને નમ્ર અરજ છે કે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈને નિર્ણય ના લેવો. સુપ્રીમ કોર્ટ પોતાના 405 જેટલા જજમેન્ટનાં આધારે તેની પ્રાથમિકતા નક્કી કરી શકાય નહિ.

સરકારી વકીલની કોર્ટમાં રજૂઆત
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 3 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. 27 ફેબ્રુઆરી 2022નાં રોજ સાબરમતી એકસપ્રેસમાં બનેલી ઘટના અને ગુજરાતમાં જે રમખાણ થયા એ અંગે SC નાં જજમેન્ટ મુજબ આરોપીઓએ રમખાણો સરકારે કરાવ્યા હોવાના જુદા જુદા ફોરમમાં ખોટા પુરાવા મૂક્યા હતા. સંજીવ ભટ્ટ મુજબ રમખાણો બાદ મળેલી બેઠકમાંથી સીએમ હાજર હતા, સીએમ દ્વારા અપાયેલા નિવેદન બાદ રમખાણો થયા એવું એમનું કહેવું છે. ત્રણેય લોકોએ રમખમણો મામલે ખોટા પુરાવા રજૂ કર્યા એવું સુપ્રીમ કોર્ટનું નિષ્કર્ષ છે. આ સંજોગોમાં ધરપકડ બાદ રિમાન્ડ એટલે કે, SC એ કહ્યું કે જે રમખાણો થયા એમાં ખોટા નિવેદનો રાજનૈતિક રીતે સરકાર સામે ખોટો પ્રચાર થાય એટલે કરાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના પાછળ રાજકીય લોકો પણ સંકળાયેલા છે. કોણે કોણે શું લાભ લેવા ખોટા પુરાવા એકઠા કર્યા, કોના નિર્દેશથી ખોટા નિવેદન થયા, જે ઇ-મેઇલ થયા - એ કોણે કયા કારણોસર કર્યા, રાજનૈતિક લાભ કોને કરાવવાનો પ્રયાસ થયો? જેવા અનેક સવાલો કર્યા હતા. સરકારી વકીલે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

આરોપીના એડવોકેટ આનંદ યાજ્ઞિકની રજૂઆત 
સુપ્રીમ કોર્ટે કહ્યું છે એટલે રિમાન્ડ આપો એ મહેરબાની કરીને નાં માનવામાં આવે. સુપ્રીમે કહ્યું છે, એટલે નિર્ણય કરવાનો હોય તો કોઈ તપાસ કે કોઈ ટ્રાયલ કે કોઈ રજૂઆતની જરૂર રહેતી જ નથી. SIT એ 2012 એ 22,000 પાનાંનો રિપોર્ટ કોર્ટમાં મૂક્યો હતો. અત્યારે કરાયેલી FIR ત્રણ લોકોના ઉલ્લેખ છે, હવે એમાં ધીરે ધીરે આરોપીઓના નામ ઉમેરાશે.

તમને જણાવી દઈએ કે, સંજીવ ભટ્ટ જામખંભાળિયાના કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદ પણ ભોગવે છે. રમખાણોમાં મહાનુભાવોને દોષી ઠેરવવાની અરજીમાં ક્લીન ચીટને ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દેતાં 16 વર્ષ સુધી આખો વિવાદ સળગતો રાખવા બદલ તિસ્તા અને અધિકારીઓ સામે પણ પગલાં ભરાવા જોઈએ તેવું અવલોકન કર્યું હતું. આ હુકમના થોડા જ સમયમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા, આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સહિતનાઓ સામે એફઆઈઆર નોંધી તેમની ધરપકડની તજવીજ કરી હતી. જે બાદ રાજ્ય સરકારે આ ગુનાઓની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને જવાબદારી સોંપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news