ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું ભૂત ધૂણ્યું છે. વિતગો મુજબ બોટાદમાં હિન્દુ ધર્મના 10 પરિવારના 30 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. જેમાં દિક્ષા સમારોહમાં આ 30 લોકોએ પોતાનો હિન્દુ ધર્મ છોડ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ તમામ લોકોએ હિન્દુ ધર્મમાંથી પરિવર્તન કરી બૌદ્ધ ધર્મની પ્રતિજ્ઞા લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠામાં પ્રેમલગ્નનો VIDEO વાયરલ થતા ગેનીબેન ઠાકોર આકરા પાણીએ! પોસ્ટ કરી જણાવી આ


બોટાદમાં હિન્દુ ધર્મના 10 પરિવારના 30 લોકોએ ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો કર્યો છે. બોટાદમાં યોજાયેલા બૌદ્ધ ધર્મ દિક્ષા સમારોહમાં આ 30 લોકોએ પોતાનો હિન્દુ ધર્મ છોડી દીધો છે અને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે. ધર્મ પરિવર્તન કરવામાં 10 બાળકો સહિત કુલ 30 લોકો છે. જેમાં SC સમાજના 29 લોકો અને માલધારી સમાજના એક વ્યક્તિએ પોતાનો ધર્મ બદલી નાંખ્યો છે. 


ગુજરાતમાં અહીં છે એવું પોલીસ સ્ટેશન કે જ્યાં લોકો કલાકો સુધી બેસવા પણ થઈ જાય છે રાજી


બોટાદના 10 પરિવારના 30 સભ્યોએ હિન્દુ ધર્મ છોડી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. બૌધ્ધ ધર્મ અંગીકાર કરનારમાં 14 પુરુષ અને 16 મહિલાઓનો સમાવેશ થાય છે. આ 30 લોકો ધર્મ પરિવર્તન કરનારમાં 10 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ 10 પરિવારના 30 લોકોએ ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા બૌદ્ધ ધમ્મ દિક્ષા સમારોહનુ આયોજન કર્યું હતું. મુળ ઇતિહાસને દોહરાવવા અને ઇતિહાસ આગળ ધપાવવા બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હોવાની માહિતી મલી છે. વર્ષ 2017થી બૌદ્ધીક શિબિરમાં ભાગ લીધો હતો, ત્યાંથી તેમને પ્રેરણા મળી હતી. ધર્મ પરિવર્તન કરનારા 30 નાગરિકોમાં 29 અનુસુચિત જ્ઞાતી અને એક માલધારી સમાજના નાગરિકનો સમાવેશ થાય છે.


વડોદરાના અટલબ્રિજ નિર્માણના કરોડો રૂપિયા પાણીમાં! એક જ વરસાદમાં સેફ્ટી વોલ ધ્વસ્ત 


બૌધ્ધ ધર્મ અંગીકાર કરનાર પરેશ રાઠોડનું આ વિશે નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સમાનતા માટે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય કર્યો છે. અખંડ હિન્દુ રાષ્ટ્રની વાત સાથે હું સહમત પણ તેમાં દરેક વર્ગ માટે સમાનતા હોવી જોઇએ. આ સિવાય એક માલધારી સમાજના નાગરિક વિઠ્ઠલભાઇ બોળીયા (ભરવાડ) એ પણ બોદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ભરવાડ સમાજના નાગરિક વિઠ્ઠલ ભાઇ બોળીયાએ આ વિશે જણાવ્યું હતું કે ચંદ્રગુપ્ત મોર માલધારી સમાજમાંથી હતા. તેમના પૌત્ર સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી માટે બૌધ્ધ ધર્મ અંગીકાર કરીએ છીએ. 


VIDEO: સાદગીના પર્યાય એટલે CM! ફરી સામાન્ય માણસની જેમ અહીં કિટલી પર ચા પીધી!