બ્રિજેશ દોશી/ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા બદલી અને બઢતીનો સિલસિલો શરૂ થયો છે. રાજ્યના ગૃહ વિભાગ તરફથી PSI, PI અને IPS ની બઢતી અને બદલીઓ બાદ હવે 42 ડેપ્યુટી કલેક્ટર અને 26 મામલતદારને બઢતી અને બદલીના આદેશ છૂટ્યા છે. 


રાજ્ય સરકાર દ્વારા આજે 42 ડેપ્યુટી કલેક્ટરોની બદલીના આદેશ છૂટ્યા છે, જ્યારે 26 મામલતદારને બઢતી આપીને ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પોસ્ટિંગ આપ્યું હતું. ચૂંટણી પહેલા વહીવટી માળખામાં મોટો ગંજીયો ચીપાયો છે. જેમાં વીસી. બોડાના, નેહા પંચાલ, યુએ.એસ. શુક્લા, મયુર પરમાર, સંજય ચૌધરી, કલ્પેશ ઉનડકટ અને જે.બી. બારૈયા સહિતના ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશ અપાયા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube