Bore Well Recharging, કેતન બગડા/અમરેલી: અમરેલી તાલુકાના સુરગપરા ગામમાં બોરવેલ ગામની દુર્ઘટનાને લઈ કલેકટર દ્વારા ફરી દુર્ઘટના ના બને તે માટે બોરવેલની ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં નોંધણી કરવી પડશે, તેના માટે અધિકારીઓની નિમણૂક કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ITR Filing Last Date: ઈનકમ ટેક્સ ભરવાની કઈ છે છેલ્લી તારીખ? ભૂલ કરી તો પૈસા જશે


અમરેલી તાલુકાના સુરગપરા ગામમાં 4 દિવસ પહેલા બોરવેલમાં દોઢ વર્ષની બાળકી પડી જવાના મામલે તપાસ દરમ્યાન કેટલાક બાળકોએ બોરવેલ ઉપર મૂકેલો પથ્થર હટાવી દેવાના કારણે બાળકી બોરવેલમાં પડી ગઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઉપરાંત હવે ફરી આવી દુર્ઘટના ન બને તે માટે કલેકટર દ્વારા ચાલુ બોરવેલ અને બંધ બોરવેલમાં ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં નોંધણી થાય તે માટે સૂચના આપવામાં આવી છે. 


બોલિવૂડમાં ધૂમ મચાવનારા અલ્કા યાજ્ઞિકને થઈ આ દુર્લભ બીમારી, ફેન્સ આઘાતમાં ડૂબ્યા


ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીન હોય તો ચીફ ઓફિસરના લેવલે બોરની નોંધણી કરવામાં આવશે. નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસરની નિમણૂંક કરાશે અને તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંક કરવામાં આવશે, અહીં જે નોંધણી કર્યા બાદ જિલ્લા કક્ષાએ વર્ગ એકના અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. જેથી ભયનજક બોરવેલની નોંધણી થાય જેથી આ પ્રકારની દુર્ઘટના ફરીવાર ન બને તેવી સૂચના આપવામાં આવી છે.


જલદી કરજો! રાતોરાત સોનાના ભાવ ઘટી ગયા, જાણો ગગડીને ક્યાં પહોંચી ગયું 10 ગ્રામ સોનું


ઉપરાંત જે અમરેલીમાં ઘટના બની તે સમયે એક બાળકી નહિ અન્ય બાળકો પણ હતા અને હાલ તપાસ ચાલી રહી હોવાનું કલેકટરએ નિવેદન આપ્યું છે.