ગુજરાતમાં કોરોના કેસનો આંકડો વધ્યો! આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું; `ડરવાની જરૂર નથી, લોકો સતર્ક રહે`
આજે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 9 કેસ નોંધાયા છે, જ્યારે 3 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 12,66,462 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો 99.13 ટકા નોંધાયો છે. આ સાથે ગુજરાતમાં કુલ 33 એક્ટિવ કેસ છે.
અમદાવાદ: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે કોરોનાના વધી રહેલાં કહેર વચ્ચે આરોગ્ય મંત્રીએ લોકોને મહત્વપૂર્ણ સુચના આપી છે. તેમણે જણાવ્યું હતું કે આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી, સતર્કતા જરૂરી છે. લોકો સતર્ક રહે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, અનેક દેશોમાં કોરોનાની લહેર જોવા મળી રહી છે. આ સ્થિતિતમાં આપણા દેશમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર સતર્કતાથી પગલાં લઈ રહી છે. સરકારે કોરોના માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જનતામાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીઓ સૌને કોરોના નિયમોનું પાલન કરવા અપીલ કરી. સાથે મેળાળવડાના આયોજન મામલે તેમણે જણાવ્યું હતું કે, લોકોએ ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.
આજના કોરોના કેસ
આજે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 9 કેસ નોંધાયા છે, જ્યારે 3 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 12,66,462 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો 99.13 ટકા નોંધાયો છે. આ સાથે ગુજરાતમાં કુલ 33 એક્ટિવ કેસ છે. જેમાંથી 33 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 11043 લોકોના કોરોનામાં મોત થયા છે. આજે અમદાવાદ શહેરમાં જ 9 કેસ નોંધાયા છે. જ્યારે 2 લોકો ડિસ્ચાર્જ થયા છે.
અમદાવાદનું તંત્ર પણ એક્શનમાં
નોંધનીય છે કે, કોરોનાના સંભવિત ખતરાને જોતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તૈયાર રહેવા સૂચના આપી છે. ત્યારે અમદાવાદનું તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. અમદાવાદમાં ઓક્સિજન પ્લાન્ટની કામગીરીની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે 1200 બેડની હૉસ્પિટલના પાંચમાં માળે 80 બેડ આરક્ષિત કરવામાં આવ્યા છે અને તમામ પરીસ્થિતિને પહોંચી વળવાની તૈયારી કરવામાં આવી છે.
સુરતમાં વિદેશીઓનું ટેસ્ટિંગ
ચીન, જાપાન અમેરિકા સહિતના દેશમાં કોરોના વધતા સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત એરપોર્ટ પર ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અહીં વિદેશથી આવતા તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. એટલું જ નહીં તેમના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવશે. જો કોઈ મુસાફર કોરોના પોઝિટિવ હશે તો તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવશે. કોરોનાના દર્દીઓ માટે સિવિલ અને સ્મિમેર હૉસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે.