સૌથી ઝડપી ફેલાતા કોરોના વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી! અમદાવાદમાં નોંધાયો XBB.1.5 નો કેસ
રાજ્યમાં અત્યાર સુધી XBB.1.5 વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા છે. રાજસ્થાન અને કર્ણાટકમાં પણ એક એક કેસ નોંધાઈ ચૂક્યો છે. XBB.1.5 વેરિયન્ટ સામે વેક્સિનની કોઈ અસર થશે નહીં. એટલે કે અત્યાર સુધી આપવામાં આવેલ વેક્સિનના ડોઝ પણ આ વેરિયન્ટ સામે નકામા સાબિત થશે.
અમદાવાદ: અમેરિકામાં કોરોના XBB.1.5નું નવું વેરિયન્ટ હાલ ચીન, અમેરિકા સહિતના દેશોમાં હાહાકાર મચાવી રહ્યું છે. જે અન્ય વેરિયન્ટની સરખામણીમાં ખૂબ જ ખતરનાક છે. નવા વેરિયન્ટ વિશે જાણવા મળી રહ્યું છે કે અગાઉના BQ1 વેરિયન્ટ કરતાં 120 ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે. એ માણસની રોગપ્રતિકારક સિસ્ટમને ચકમો આપવામાં અગાઉનાં તમામ વેરિયન્ટ કરતાં વધુ શક્તિશાળી છે. આ દરમિયાન, ભારતમાં પણ આ XBB.1.5 વેરિયન્ટનો કેસ મળી આવ્યો છે. જોકે ગુજરાતમાં પણ નવા વેરિયન્ટે એન્ટ્રી કરી લીધી છે.
રાજ્યમાં અત્યાર સુધી XBB.1.5 વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા છે. રાજસ્થાન અને કર્ણાટકમાં પણ એક એક કેસ નોંધાઈ ચૂક્યો છે. XBB.1.5 વેરિયન્ટ સામે વેક્સિનની કોઈ અસર થશે નહીં. એટલે કે અત્યાર સુધી આપવામાં આવેલ વેક્સિનના ડોઝ પણ આ વેરિયન્ટ સામે નકામા સાબિત થશે. આ XBB.1.5 વેરિયન્ટથી સંક્રમિત થવાની શક્યતાઓ વધુ છે.
આ પણ વાંચો: હનુમાનભક્તની ઈમોશનલ કહાની: રિક્ષા, પત્નીના દાગીના પણ વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ!
અત્યાર સુધીનો સૌથી ઝડપી ફેલાતો XBB.1.5 વેરિયન્ટ છે. કોરોનાના બે વેરિયન્ટમાંથી XBB.1.5 વેરિયન્ટ બન્યો છે. ઈમ્યૂન સિસ્ટમ હોવા છતાં XBB.1.5 વેરિયન્ટ સંક્રમણ ફેલાવે છે. ઈમ્યૂન સિસ્ટમ ઓછી હોય તેવાએ ખાસ સાચવવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે સૌથી પહેલા અમેરિકામાં આ વેરિયન્ટનો કેસ નોંધાયો હતો.
આ પણ વાંચો: અંબાજી મંદિરમાં નવા વર્ષે ભક્તિમય માહોલ, ચાચર ચોક માઈ ભક્તોથી ઉભરાયો!